________________
ઉત્સર્પિણીના કુલકરો વિષે.
૨૭૯
इह तीर्थप्रवृत्तिकालमानमिदमुक्तं, नीतिरपि पंचमारकपर्यंत इव धर्मं यावदेव स्थास्यतीति संभाव्यते.
क्रमात्कालानुभावेन स्वल्पस्वल्पकषायकाः ।
नापराधं करिष्यंति मनुष्या भद्रकाशयाः ॥ ४२३ ॥ शास्तारोऽपि प्रयोक्ष्यंते न सौम्या दंडमुल्बणं । अभावादपराधानां नापि दंडप्रयोजनं ।। ४२४ ॥ तेषामल्पापराधानां दंडनीतिप्रवर्त्तकाः ।
चक्रिवंष्याः कुलकराः क्रमात्रिः पंच भाविनः || ४२५ ।। तेषां हाकारमाकार - धिक्कारा दंडनीयः ।
पंचानां प्रथमानां स्यु-स्तिस्रो मंत्वनुसारतः ॥ ४२६ ॥ द्वितीयानां च द्वे नीत्यौ स्यातामंत्यविवर्जिते ।
तृतीयानां च पंचानां हाकार एव केवलं ॥ ४२७ ॥
एवं कुलकरेष्वेषु व्यतिक्रांतेषु कालतः । जनाः सर्वेऽहमिंद्रत्वं प्रपत्स्यंते पराऽवशाः ॥ ४२८ ॥
અહીં તીર્થપ્રવૃત્તિનું આ કાલમાન કહ્યું છે. નીતિ પણ અવસર્પિણીમાં પાંચમા આરાના પ્રાંત સુધી પ્રવર્તતી હતી તેમ ઉત્સર્પિણીમાં પણ જ્યાં સુધી ધર્મ પ્રવર્તશે ત્યાં સુધી નીતિ પણ રહેશે એમ સંભવે છે.
હવે ત્યારપછી અનુક્રમે કાલના પ્રભાવે ઓછા ઓછા કષાયવાળા અને ભદ્રક આશયવાળા મનુષ્યો થશે અને તેઓ અપરાધ ક૨શે નહીં. ૪૨૩.
શાસન કરનારા પણ સૌમ્ય હોવાથી ઉપદંડ ક૨શે નહિ અને અપરાધોનો જ અભાવ થવાથી દંડ કરવાનું પ્રયોજન ૨હેશે નહીં. ૪૨૪.
તે અલ્પ અપરાધી જીવોનું શાસન કરનારા પંદર કુલકરો ચક્રવર્તીનાં વંશમાં ઉત્પન્ન થશે.
૪૨૫.
Jain Education International
તેમાંના પહેલા પાંચના વખતમાં હાકાર, માકાર ને ધિક્કાર એ ત્રણે પ્રકારની દંડનીતિ અપરાધના પ્રમાણમાં પ્રવર્તશે. ૪૨૬.
બીજા પાંચ કુલકરોના વખતમાં છેલ્લી ત્રીજી (ધિક્કાર) નીતિ સિવાયની બે નીતિ પ્રવર્તશે. અને ત્રીજા પાંચ કુલકરોનાં વખતમાં પહેલી હાકાર, નામની એક જ નીતિ પ્રવર્તશે. ૪૨૭.
એ પ્રમાણે કાળક્રમે એ કુલકોનાં ગયાબાદ કાળસ્વભાવથી સર્વ લોકો અહર્મિદ્રત્વ પ્રાપ્ત કરશે કે જેમાં પરવશપણું બીલકુલ નથી. ૪૨૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org