SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ કાલલોક-સર્ગ ૩૪ द्वात्रिंशत्यथ गर्भेषु कुर्वत्सु जठरव्यथां ।। स्मृतः स देवश्चक्रे द्राक् स्वास्थ्यं सा सुषुवे सुतान् ॥ ३८५ ।। सा चेयं सुलसा पंच-दशोऽर्हन्निर्ममाभिधः । षोडशो रेवतीजीव-श्चित्रगुप्तो भविष्यति ॥ ३८६ ॥ तथाहि-गोशालमुक्तया तेजोलेश्यया क्रशितांगकः ।। अन्येधुर्मेढिकग्रामे श्रीवीरः समवासरत् ॥ ३८७ ॥ अभूत्सलोहितं वर्च-स्ततो वार्ता जनेऽभवत् । गोशालकतपस्तेजो-दग्धोऽर्हन्मृत्युमेष्यति ॥ ३८८ ।। तत् श्रुत्वा सिंहनामान-मनगारं महारवैः । रुदंतं प्रभुराहूये-त्येवं स्माह कृपानिधिः ।। ३८९ ।।। त्वया किं खिद्यते नाहं मरिष्याम्यधुना भुवि । विहृत्याद्वान् पंचदशाध्यर्द्धान् गंतास्मि निर्वृतिं ॥ ३९० ॥ किं च त्वं गच्छ नगरे रेवतिश्राविकागृहे । द्वे कुष्माण्डफले ये च मदर्थं संस्कृते तया ॥ ३९१ ॥ એક સાથે ખાવાથી બત્રીસ લક્ષણો એક પુત્ર થાઓ’ એમ વિચારી તે બધી ગુટિકાઓ ખાઈ ગઈ. ૩૮૪. એટલે તેના ગર્ભમાં ૩૨ જીવો ઉત્પન્ન થયા. તેટલા ગર્ભથી જઠરમાં બહુ વ્યથા થવાથી તે દેવને સંભાર્યો. તેણે તરત જ સ્વસ્થતા કરી. અનુક્રમે ૩ર પુત્રો જન્મ્યા. ૩૮૫. તે સુલતાનો જીવ પંદરમા નિર્મમ નામે તીર્થકર થશે. રેવતીનો જીવ ચિત્રગુપ્ત નામે સોળમાં તીર્થંકર થશે. ૩૮૬. તેની હકીકત આ પ્રમાણે-- ગોશાળે મૂકેલી તેજોલેશ્યાથી દુર્બળ શરીરવાળા થયેલા વીરપ્રભુ અન્યદા મંઢિક ગામે સમવસ. ૩૮૭. પ્રભુને લોહીના ઝાડા થવાથી લોકોમાં વાતો થવા લાગી કે ‘ગોશાળાના તપતેજથી દગ્ધ થયેલા અરિહંત મૃત્યુ પામશે.” ૩૮૮. તે સાંભળીને મોટે સ્વરે રુદન કરતા સિંહ નામના અણગારને પોતાની પાસે બોલાવીને કૃપાનિધિ પ્રભુએ આ પ્રમાણે કહ્યું. ૩૮૯. કે “તું શા માટે ખેદ પામે છે? હું હમણા મરણ પામવાનો નથી. હજુ પૃથ્વીપર સાડાપંદર વર્ષ વિચરીને પછી મોક્ષે જવાનો છું. ૩૯૦. તેમ છતાં તું આ નગરમાં રેવતિ શ્રાવિકાને ત્યાં જા. તેણે બે કોળાના ફલ મારે માટે સંસ્કારિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy