________________
૧૮000 મુનિને વંદનથી તીર્થંકર નામકર્મોપાર્જન
૨૬૭ द्वारकाधिपतिः कृष्ण-वासुदेवो महर्द्धिकः । भक्तः श्रीनेमिनाथस्य सद्धर्मः श्रावकोऽभवत् ।। ३६६ ॥ अष्टादशसहस्राणि वंदमानोऽन्यदा मुनीन् । स वंदनेन गुरुणा सम्यक्त्वं क्षायिकं दधौ ।। ३६७ ।। सप्तमक्षितियोग्यानि दुःकृतान्यपवर्तयन् ।
चक्रे तृतीयक्ष्माहा॑णि तीर्थकृन्नाम चार्जयत् ॥ ३६८ ॥ तथोक्तं-तित्थयरत्तं सम्पत्त-खाइयं सत्तमीइ तइयाए ।
वंदणएणं विहिणा बद्धं च दसारसीहेण || ३६९ ॥ कृष्णजीवोऽममाख्यः स द्वादशो भविता जिनः ।
सुरासुरनराधीश-प्रणतक्रमपंकंजः ॥ ३७० ॥ वसुदेवहिंडौ तु-कण्हो तइयपुढवीओ उवट्टित्ता भारहे वासे सयदुवारे नयरे पत्तमंडलियभावो पव्वज्जं पडिवज्जिय तित्थयरनामं पवज्जित्ता वेमाणिए उवज्जित्ता दुवालसमो अममनाम तित्थयरो भविस्सइ इत्युक्तमिति ज्ञेयं.
बलदेवस्य जीवोऽर्ह-निष्कषायस्त्रयोदशः । कृष्णाग्रजः कृष्णतीर्थे सेत्स्यतीत्यन्य एव सः ॥ ३७१ ॥
દ્વારકાધિપતિ મહર્બિક એવા કૃષ્ણ વાસુદેવ શ્રી નેમિનાથના ભક્ત થઈને સદ્ધર્મશાળી શ્રાવક થયા હતા. ૩૬૬.
અન્યદા તેમણે અઢારહજાર મુનિઓને વાંદ્યા-તે મહાન ગુરુ વંદનથી તેણે ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું. ૩૬૭.
સાતમી નરક યોગ્ય દુષ્કતની અપવર્તન કરી ત્રીજી નરક પૃથ્વી યોગ્ય કર્યું અને તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. ૩૬૮.
કહ્યું છે કે “તીર્થકરત્વ, ક્ષાયિક સમ્યક્ત અને સાતમીથી ત્રીજી નરકનું આયુ વિધિપૂર્વક વંદન કરવાથી દશારસિંહ એટલે કૃષ્ણ બાંધ્યું.’ ૩૬૯.
એ કૃષ્ણનો જીવ બારમા અમમ નામે તીર્થંકર થશે અને જેમને સુર અસુર અને મનુષ્યોના સ્વામીઓ નમશે. ૩૭૦.
શ્રીવસુદેવહિડિમાં તો “કૃષ્ણ ત્રીજી નરક પૃથ્વીમાંથી નીકળી, ભરતક્ષેત્રમાં શદ્વાર નગરમાં માંડલિકારાજા થઈ, ચારિત્ર લઈ, તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી, વૈમાનિક દેવપણે ઉત્પન્ન થઈ બારમા અમમ નામે તીર્થકર થશે.' એમ કહેલું છે.
બળદેવના જીવ તેરમા નિષ્કષાય નામે તીર્થંકર થશે. કૃષ્ણના મોટાભાઈ બળભદ્ર કૃષ્ણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org