________________
૨૬૬
स्वामिनोक्ते सत्यकिनि तमुपेत्य जहास सः । मारयिष्यसि मां त्वं रे इत्युक्त्वाऽपातयत्पदोः ॥ ३५९ ॥ अपहृत्यान्यदा साध्वी- सकाशाज्जनकेन सः । समग्रा ग्राहितो विद्या धीरः साधयति स्म ताः ।। ३६० ।। रोहिण्या विद्यया व्यापा- दितो जन्मसु पंचसु ।
षष्ठे जन्मनि षण्मासा - युषा तुष्टापि नादृता ॥ ३६१ ॥ प्राग्जन्मसाधनात्तुष्टा भवेऽस्मिन् सप्तमे च सा । ललाटे विवरं कृत्वा हृदि तस्य विवेश च ॥ ३६२ ॥ ललाटविवरं त्वक्षि जातं दिव्यानुभावतः । जघान कालसंदीपं स पेढालं च दांभिकं ॥ ३६३ ॥ प्राप्तो विद्याधरेंद्रत्वं नत्वा सर्वान् जिनेश्वरान् । नाट्यपूजां प्रभोः कृत्वा रमते स्मं यथासुखं ।। ३६४ ॥ महादेव इति ख्यातो रुद्र एकादशः स च । एकादशी जिनो भावी सत्यकी सुव्रताभिधः ॥ ३६५ ॥
પ્રભુએ કહ્યું કે આ સત્યકી તને મારનાર થશે. તે સાંભળી તેની પાસે આવી તે હસીને બોલ્યો કે -“અરે ! તું મને મારીશ !' એમ કહીને તેને પોતાના પગમાં પાડી દીધો. ૩૫૯.
કાલલોક-સર્ગ ૩૪
અન્યદા સાધ્વી પાસેથી તેના પિતાએ તેનું હરણ કર્યું અને તેને બધી વિદ્યાઓ આપી. તે ધીરે તે બધી વિદ્યાઓ સાધી. ૩૬૦,
રોહિણી વિદ્યાએ પાંચ જન્મમાં સત્યકીના જીવને આ વિદ્યા સાધતાં મારી નાખ્યો હતો. છઠ્ઠા જન્મમાં છ મહીના શેષ આયુષ્ય રહ્યું ત્યારે તુષ્ટમાન થઈ હતી પણ તેણે પોતાનું અલ્પ આયુ જાણી સ્વીકારી નહોતી. ૩૬૧.
આ સાતમા જન્મમાં તેના પૂર્વજન્મની સાધનાથી તે તુષ્ટમાન થઈ અને તેના લલાટમાં વિવર કરી તે વિવરદ્વારા તેણે તેના હૃદયમાં પ્રવેશ કર્યો. ૩૬૨.
લલાટનું વિવર દિવ્યપ્રભાવથી નેત્રરૂપ થયું. (એટલે તે ત્રણ નેત્રવાળો થયો.) પછી તેણે કાળસંદીપને માર્યો. અને દાંભિક એવા પેઢાળ વિદ્યાધરને (પોતાના બાપને) પણ માર્યો. ૩૬૩.
પછી તે વિદ્યાધરેંદ્રપણાને પામ્યો. તે સત્યકી વિદ્યાવડે સર્વ જિનેશ્વરોને નમીને પ્રભુની પાસે નાટ્યપૂજા કરી, યથેચ્છપણે-જેમ સુખ ઉપજે તેમ (સ્ત્રીઓની સાથે) રમતો હતો. ૩૬૪.
Jain Education International
તે મહાદેવના નામથી પ્રસિદ્ધ થયો અને અગ્યારમો રુદ્ર થયો. એ સત્યકી ભાવી ચોવીશીમાં અગ્યારમાં સુવ્રત નામે તીર્થંકર થશે. ૩૬૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org