________________
૨૬૨
કાલલોક-સર્ગ ૩૪ पोट्टिलस्य च यो जीवः स तृतीयो भविष्यति ।
सुपार्श्वनामा देहादि-मानैर्नेमिजिनोपमः ॥ ३३३ ॥ यस्तु हस्तिनापुरवासी भद्रासार्थवाहीपुत्रो द्वात्रिंशद्भार्यात्यागी वीरशिष्यः सर्वार्थसिद्धोत्पन्नो महाविदेहात्सेत्स्यन्त्रौपपातिकोपांगे प्रोक्तः स त्वन्य एव.
जीवो दृढायुषस्तुर्यो जिन भावी स्वयंप्रभः । कार्त्तिकात्मा च. सर्वानु-भूतिः पंचमतीर्थकृत् ॥ ३३४ ।। श्रावस्त्यां शंखशतका-वभूतां श्रावकोत्तमौ । तत्र कोष्ठकचैत्ये च श्रीवीरः समवासरत् ॥ ३३५ ॥ भगवंतं नमस्कर्तुं शंखाद्याः श्रावका ययुः । ततो निवर्तमानांस्तान् श्राद्धः शंखोऽब्रवीदिति ॥ ३३६ ॥ उपस्कारयत प्राज्य-माहारमशनादिकं । यथा तदद्य भुंजानाः पाक्षिकं पर्व कुर्महे ॥ ३३७ ।। ते च शंखवचः श्राद्धास्तथेति प्रतिपेदिरे । शंखश्च निर्मलमतिगृहेगत्वा व्यचिंतयत् ॥ ३३८ ।।
(પાર્શ્વનાથ જેવા) થશે. ૩૩૨.
પોટિલનો જીવ તે સુપા નામે દેહાદિના માન વિગેરેમાં નેમિનાથ જેવા થશે. ૩૩૩.
જે હસ્તિનાપુરવાસી ભદ્રા સાર્થવાહીના પુત્ર, બત્રીશ સ્ત્રીના ત્યાગી, વીરપ્રભુના શિષ્ય, સવથસિદ્ધમાં ઉત્પન્ન થયેલ છે. અને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે એમ ઉપપાતિક ઉપાંગમાં કહ્યું છે, તે તો આનાથી જુદા જ જાણવા.”
દઢાયુષ્યનો જીવ ચોથા સ્વયંપ્રભ નામે જિન થશે. કાર્તિક શેઠનો જીવ સવનુભૂતિ નામે પાંચમા પ્રભુ થશે. ૩૩૪.
શ્રાવસ્તિમાં શંખ અને શતક નામે બે ઉત્તમ શ્રાવકો હતા. તે નગરના કોષ્ઠક નામના ઉદ્યાનમાં શ્રીવીરપ્રભુ સમવસર્યા. ૩૩૫.
ભગવંતના વંદન માટે શંખાદિ શ્રાવકો ગયા. તેઓને વાંદીને પાછા વળતાં તેમને શંખે કહ્યું. ૩૩૬.
કે પુષ્કળ અશનાદિ આહાર તૈયાર કરો કે આજે તે વાપરીને પછી પાક્ષિક પર્વની આરાધના કરીએ.’ ૩૩૭.
તે શ્રાવકોએ શંખનું વચન કબૂલ કર્યું. નિર્મળ મતિવાળો શંખ ઘરે જઈને વિચારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org