SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ કાલલોક-સર્ગ ૩૪ ततस्तस्मिन्नुपरते पुष्करावर्तकांबुदे । प्राप्तवार इव प्रादु-र्भवति क्षीरवारिदः ॥ २६२ ॥ सप्त प्राग्वदहोरात्रान् सोऽपि वर्षन् दिवानिशं । चारुगोक्षीरतुल्यांबु-वर्णादीन् जनयेक्षितौ ॥ २६३ ॥ क्षीराब्दे विरते तस्मिन् घृतमेघो घृतोदकः । सप्त वर्षन्नहोरात्रात् स्नेहं जनयति क्षितेः ॥ २६४ ।। अहोरात्रांस्ततः सप्त वर्षनमृतवारिदः । नानीषधीजनयति नानावृक्षलतांकुरान् ।। २६५ ॥ रसमेघस्ततः .सप्ता-होरात्रन् सुरसोदकः । वनस्पतिषु तिक्तादीन् जनयेत्पंचधा रसान् ॥ २६६ ॥ पंचानामेव भेदानां यद्रसेषु विवक्षणं । तल्लवणमधुरयो-रभेदस्य विवक्षया ॥ २६७ ॥ माधुर्यरससंसर्गो लवणे स्फुटमीक्ष्यते । स्वादुत्वं लवणक्षेपे भवेत्सर्वरसेषु यत् ।। २६८ ॥ ત્યારપછી તે પુષ્કરાવી મેઘ શાંત થયા બાદ પોતાનો વારો આવ્યો હોય તેમ ક્ષીરનો મેઘ ઉત્પન્ન થાય છે. ૨૬૨. તે વરસાદ પણ પૂર્વના વરસાદની જેમ સાત અહોરાત્ર સુધી સતત વરસે છે અને તે પૃથ્વીને સુંદર ગોક્ષીરના વર્ણ સમાન જળથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી કરે છે. ૨૩. તે ક્ષીર મેઘ વિરામ થયા બાદ વૃતમેઘ સાત અહોરાત્ર સુધી સતત વૃતોદકને વરસાવે છે અને તે પૃથ્વીમાં સ્નિગ્ધતાને ઉત્પન્ન કરે છે. ૨૬૪. ત્યારપછી અમૃતમેઘ સાત અહોરાત્રસુધી સતત અમૃત જળને વરસાવે છે તે વિવિધ પ્રકારની ઔષધિઓને તેમજ વિવિધ પ્રકારના વૃક્ષ અને લતાના અંકુરાને ઉત્પન્ન કરે છે. ૨૬૫. ત્યારપછી રસમેઘ સાત અહોરાત્ર સુધી સુરમોદક વરસાવે છે. તે વનસ્પતિઓમાં તિક્તાદિ પાંચ પ્રકારના રસને ઉત્પન્ન કરે છે. ૨૬૬. અહીં જે પાંચ રસ કહ્યા છે, તે લવણ અને મધુરરસના અભેદની વિવક્ષાથી કહ્યા છે. ૨૬૭. કારણ કે માધુર્ય રસનો સંસર્ગ લવણમાં સ્પષ્ટ દેખાય છે, સર્વ રસમાં લવણ નાખવાથી સ્વાદિષ્ટ થાય છે. ૨૬૮. આ પુષ્કરાવી વિગેરે મેઘ અત્યુત્તમ છે. તે પંચપરમેષ્ઠિની જેમ જગતની સ્વસ્થતાને ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy