________________
૨૫૧
ઉત્સર્પિણીના પુષ્પરાવર્ત મેઘ.
प्रथमे समयेऽथास्य पुष्करावर्त्तवारिदः ।। प्रादुर्भवेन्महीमाश्वा-सयन्नर्हनिवामृतैः ॥ २५५ ॥ पुष्करं नाम शस्तांबु तेनावर्तयति क्षितेः । संहरत्यशुभावस्थां पुष्करावर्तकस्ततः ।। २५६ ।। तत्तत्क्षेत्रप्रमाणः स्या- द्विष्कंभायामतः स च । तीव्रार्कतापच्छेदाय चंद्रोदय इव क्षितेः ।। २५७ ॥ क्षणात्क्षेत्रमभिव्याप्य सर्वं स मृदु गर्जति । सांत्वयन्निव भूलोकं दुष्टमेघैरुपद्रुतं ।। २५८ ॥ स चाभितः प्रथयति विद्युतो द्युतिमालिनीः । शुभकालप्रवेशार्हा इव मंगलदीपिकाः ॥ २५९ ।। मुशलस्थूलधाराभिः स च वर्षन् दिवानिशं । निर्वापयति भूपीठं स्वादुस्वच्छहितोदकः ॥ २६० ॥ स सप्तभिरहोरात्रै-रंतः स्नेहामृतार्द्रितां । क्ष्मां कुर्याच्छांतसंतापां प्राणेश इव वल्लभां ॥ २६१ ॥
પ્રતિલોમપણાથી પૂર્વે કહી ગયેલા દુષ્યમાં આરા જેવો જ હોય છે. ૨૫૪.
આ આરાના પ્રથમ સમયે અરિહંતની અમૃત સમાન દેશના જેવા જળવડે પૃથ્વીને આશ્વાસન આપતો એવો પુષ્કરાવી મેઘ પ્રગટ થાય છે. ૨પપ.
પુષ્કર એટલે પ્રશસ્ત એવું જળ તેના વડે સમસ્ત પૃથ્વીને ભીંજાવીને પૃથ્વીની અશુભાવસ્થાને દૂર કરે છે તેથી તે પુષ્પરાવર્ત કહેવાય છે. ૨૫૬.
તે મેઘ વિખંભ અને આયામથી તે તે ક્ષેત્ર પ્રમાણ અને પૃથ્વીને લાગેલા તીવ્ર સૂર્યના તાપના છેદને માટે (તપેલી જમીનને શાંત કરવા માટે) ચંદ્રના ઉદય જેવા હોય છે. ૨૫૭. .
તે મેઘ પ્રથમના દુખ મેઘોએ ઉપદ્રવિત કરેલી પૃથ્વીને જાણે શાંત કરતો હોય, તેમ ક્ષણમાત્રમાં આખા ક્ષેત્રમાં વ્યાપીને મૃદુ ગરવ કરે છે. ૨૫૮.
શુભકાળના પ્રવેશને યોગ્ય જાણે મંગળદીપિકા હોય તેવી કાંતિયુક્ત વીજળીઓને ચારે તરફ વિસ્તાર છે. ૨૫૯.
રાત-દિવસ મુશલ જેવી ધૂળધારાવડે સ્વાદુ, સ્વચ્છ અને હિતકારી જળને વરસાવતો તે મેઘ બધી જમીનને શાંત કરી દે છે. ૨૬૦.
એ પ્રમાણે સાત અહોરાત્ર વરસવાથી પ્રાણેશ જેમ વલ્લભાને શાંત કરે તેમ સર્વ પૃથ્વીને અંતઃસ્નેહામૃતવડે આદ્ધ કરે છે. ૨૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org