________________
ઉત્સર્પિણીના પ્રારંભમાં.
૨૪૯
यूकामत्कुणलिक्षाद्या येऽप्यमी क्षुद्रजंतवः । तुदंति तेऽपि दुष्टास्ता-नजीर्णान्नान् गदा इव ।। २४२ ।। एवं षष्ठेऽरके पूर्णे संपूर्येतावसर्पिणी । उत्सर्पिणी प्रविशति ततोऽमुष्या विलक्षणा ॥ २४३ ॥ आरंभसमये योऽय-मुत्सर्पिण्या भवेदिह ।
पंचदशानां कालानां स एवादिक्षणो भवेत् ।। २४४ ॥ ते चामी-आवल्या १ नप्राण २-स्तोक ३ लव ४,
मुहूर्त ५ दिन ६ निशाः ७ करणं ८ । नक्षत्र ९ पक्ष १० मास ११-*य १२,
नानि च १३ हायन १४ युगे १५ च ॥ २४५ ॥ यद्यपि ग्रंथांतरे ऋतोराषाढादित्वेन कथनादत्र श्रावणमासे ऋतोरारंभो न घटते, तथापि भगवतीवृत्त्युक्तस्य ऋतौ श्रावणादिपक्षस्याश्रयणान्न दोष इति जंबू० प्र० वृ० । एवं च-नभःश्यामप्रतिपदि करणे बालवाभिधे ।
उत्सर्पिणी प्रविशति नक्षत्रेऽभिजिदाह्वये ॥ २४६ ॥
જેને અન્ન પચતું ન હોય, તેને જેમ રોગો હેરાન કરે, તેમ જૂ, માંકડ, લીખ વિગેરે ક્ષુદ્ર જંતુઓ દુષ્ટ એવા તેઓને ઘણા હેરાન કરે છે. ૨૪૨. .
આ પ્રમાણે છઠ્ઠો આરો પૂર્ણ થયેથી આ અવસર્પિણી પૂર્ણ થાય છે. ત્યારપછી એનાથી વિલક્ષણ એવી ઉત્સર્પિણી પ્રવેશ કરે છે. ૨૪૩.
આ ઉત્સર્પિણીના આરંભ સમયે જે સમય હોય છે, તે પંદર પ્રકારના કાળના પ્રારંભનો આદિ ક્ષણ કહેવાય છે. ૨૪૪.
કાળના ૧૫ પ્રકાર આ પ્રમાણે-૧ આવળી, ૨ આનપ્રાણ, ૩ સ્તોક, ૪ લવ. ૫ મહd. ૬ દિન. ૭ નિશા, ૮ કરણ, ૯ નક્ષત્ર, ૧૦ પક્ષ, ૧૧ માસ, ૧૨ ઋતુ, ૧૩ અયન , ૧૪ હાયન (વર્ષ), ૧૫ યુગ. ૨૪૫.
જો કે ગ્રંથાંતરમાં ઋતુની શરૂઆત અષાડથી થતી હોવાથી અહીં શ્રાવણ માસે ઋતુનો આરંભ ઘટશે નહીં, તો પણ શ્રી ભગવતીની વૃત્તિમાં કહેલી ઋતુમાં શ્રાવણાદિપક્ષનો આશ્રય કરેલો હોવાથી દોષ નથી. એમ શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિમાં કહ્યું છે.
તેથી શ્રાવણમાસની કૃષ્ણ વદ-૧ અને બાલવકરણ તેમજ અભિજિત નક્ષત્રમાં ઉત્સર્પિણીનો પ્રવેશ થાય છે. ૨૪૬.
આ ઉત્સર્પિણીના પ્રારંભમાં અધમ એવો દુષ્યમ દુક્કમ નામનો પહેલો આરો શરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org