________________
૨૪૮
કાલલોક-સર્ગ ૩૪
मंदाल्पजठराग्नीना-मपक्वाः सरसाश्च ते । न जीर्यंतेऽग्न्यभावाच्च तेषां पाकोऽप्यसंभवी ॥ २३६ ॥ आदाय पूर्वनिक्षिप्तान् प्सांति ते मत्स्यकच्छपान् । भविष्यद्भोजनार्थं च निक्षिपंति पुनर्नवान् ॥ २३७ ॥ जीविका स्यात्सदाप्येषां यदेवं पापसाधनं । स्युस्तिर्यंचो नाराश्च प्रायस्तत्तेऽपि पापिनः ।। २३८ ।। सूत्रे च प्रायःशब्दोक्तेः क्षुद्रान्नकृतजीविकः ।
अक्लिष्टाध्यवसायश्च कश्चित्स्वर्गेऽपि गच्छति ॥ २३९ ॥ तथाहुः- 'ओसण्णमंसाहारा मच्छाहारा खुड्डाहारा' इत्यादि. तथा 'ओसण्णं णरगतिरिक्खजोणिएसु उववजिहिंति ति श्रीजंबू० प्र० सूत्रे.
तदा षड्वर्षवयसो गरभं दधते स्त्रियः । सकृच्छ्रे सूवतेऽभीक्ष्णभपत्यानि बहूनि ताः ॥ २४० ॥ बहूभिः पुत्रपौत्राद्यैः क्लिष्यंतेऽल्पायुषोऽपि ते । पापिनः पापिभिर्बाल-विट्चरैर्विट्चरा इव ॥ २४१ ॥
મંદ અને અલ્પ જઠરાગ્નિવાળા તેઓને અપક્વ અને સરસ એવા મસ્યાદિ પચતા નથી, તેમ અગ્નિનો અભાવ હોવાથી તેને પકાવવાનો પણ અસંભવ છે. ૨૩૬.
પૂર્વે જમીનમાં નાખેલા (દાટેલા) મલ્યને તથા કાચબાઓને કાઢી લઈને તેઓ ખાય છે અને બીજા દિવસના ભોજન માટે બીજા પાછા તેમાં નાખે છે (દાટે છે.) ૨૩૭.
નિરંતર આ પ્રમાણે જે પાપને સાધનારી તેમની આજીવિકા છે, તેથી એવા પાપ કરનારા તેઓ પણ પ્રાયઃ નારકી અને તિર્યંચો થાય છે. ૨૩૮.
સૂત્રમાં પ્રાયઃ શબ્દ હોવાથી તેમાંના કોઈક મનુષ્યો ક્ષુદ્રાન્નવડે જીવિકા કરનારા અને અશ્લિષ્ટ અધ્યવસાયવાળા હોય તે સ્વર્ગે પણ જાય છે. ૨૩૯.
કહ્યું છે કે પ્રાયે માંસાહારી, મત્સાહારી, ક્ષુદ્રાન્નાહારી, ઈત્યાદિ તથા પ્રાયે નરક તિર્યગૂયોનિમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શ્રીજંબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે --
તે વખતે છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. ઘણા કષ્ટ સાથે પ્રસવે છે અને વારંવાર ગર્ભ ધારણ કરવાથી ઘણા બાલ-બચ્ચાવાળી તે હોય છે. ૨૪૦.
અલ્પાયુષી હોવા છતાં તે પાપી પાપી એવા પુત્રપૌત્રાદિકવડે જેમ મુંડના બચ્ચાંઓવડે ભુંડ પીડાય તેમ પીડાય છે. ૨૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org