________________
૨૪૭
છઠ્ઠા આરાના મનુષ્યોની પરિસ્થિતિ.
निवसंति मनुष्यास्ते प्रागुक्तेषु बिलेष्वथ । भीष्मेषु घोरध्वांतेषु स्तेनाः कारागृहेष्विव ।। २२९ ॥ कृताऽकार्या इव बहि-स्तेऽह्नि नागंतुमीशते । गोपतेरुवतापस्य करसंतापभीरवः ॥ २३० ॥ निशायामपि नेशास्ते निर्गतुं बिलतो बहिः । असह्यं ददतो जाड्यं विधोéता निशाचरात् ॥ २३१ ॥ रजनी गतचंद्रापि निशाचरवधूरिव । भवेप्राणोपघाताय तेषां शीतार्त्तिवेपिनां ।। २३२ ॥ ततः प्रातः प्रदोषे च नात्युष्णे नातिशीतले । निर्गच्छंति बिलेभ्यस्ते शृगाला इव भीलवः ॥ २३३ ॥ उपेत्य गंगासिंधुभ्यो गृहीत्वा मत्स्यकच्छपान् । स्थले क्षिपंति पाकार्थं सद्यस्का दुर्जरा हि ते ॥ २३४ ॥ दिवा तरणितापेन रात्रौ शैत्यने भूयसा । तेषामाहारयोग्याः स्युः क्वथिता नीरसाश्च ते ॥ २३५ ॥
કહેવામાં આવેલ છે, તે યુક્ત જ છે.” ૨૨૮.
તે કાળના મનુષ્યો પૂર્વે કહ્યા તે બિલો કે જે ભયંકર અને ઘોર અંધકારવાળા હોય છે, તેમાં જેમ ચોર કારાગૃહમાં રહે તેમ રહે છે. ૨૨૯.
અકાર્ય કરનાર મનુષ્યની જેમ તેઓ પ્રબળ તાપવાળા સૂર્યના કિરણોના સંતાપથી ભય પામેલા દિવસે બહાર નીકળી શક્તા નથી. ૨૩૦.
રાત્રે પણ અસહ્ય જડતાને આપનારા નિશાચર એવા ચંદ્રથી ભય પામતા બિલની બહૂાર નીકળી શક્તા નથી. ૨૩૧.
ચંદ્રવિનાની રાત્રી પણ શીતની પીડાથી ધ્રુજતા એવા તેઓને નિશાચરની વધૂની જેમ પ્રાણઘાત માટે થાય છે. ૨૩૨
તેથી સવાર-સાંજની સંધ્યાએ જ્યારે અતિ ઉષ્ણતા કે અતિ શીતળતા ન હોય ત્યારે બીકણ શિયાળની જેમ તેઓ બિલની બહાર નીકળે છે. ૨૩૩.
બહાર નીકળીને ગંગા-સિંધુમાંથી મઢ્યો અને કાચબાઓને ગ્રહણ કરી તેને પકાવવા માટે સ્થળ ઉપર નાખે છે, કારણ કે તરતના કાઢેલા તે તેમને પચતા નથી. ૨૩૪.
દિવસે સૂર્યના તાપથી ને રાત્રે અત્યંત શીતથી કોહી ગયેલા અને નીરસ થયેલા તે મત્સ્યાદિ તેમને ખાવા યોગ્ય થાય છે. ૨૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org