________________
૨૩૪
કાલલોક-સર્ગ ૩૪ पर्यंते त्वरकस्यास्य सूरि१ःप्रसहाभिधः । रलिद्वयोच्छितो विंशत्यब्दजीवी भविष्यति ॥ १३८ । स्वर्गाच्युत्वा समुत्पन्नो गृहे द्वादशवत्सरी । स्थित्वा सामान्यसाधुत्वे चत्वार्यब्दान्यसौ शुचिः ॥ १३९ ॥ चत्वार्यब्दानि सूरित्वे स्थित्वाष्टाब्दानि च व्रते । स्वर्गमेष्यति सौधर्म-मंते कृत्वाष्टमं कृती ।। १४० ॥ दशवैकालिकं जीत-कल्पमावश्यकं च सः । अनुवोगद्वारनंदी-तेंद्रो धास्यति श्रुतं ॥ १४१ ॥ साध्वी तदा च फल्गुश्रीः श्रावको नागिलाभिधः ।
सत्यश्रीः श्राविका चेति ज्ञेयः संघश्चतुर्विधः ॥ १४२ ।। यतः- एगो साहू एगा य साहुणी सड्ढओ य सड्ढी वा ।।
आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ ॥ १४३ ॥ उत्कृष्टं श्रुतमेतेषां दशवैकालिकावधि । षाण्मासिकतपस्तुल्यं षष्ठभक्तं भविष्यति ॥ १४४ ॥
આ આરાને અંતે દુઃપ્રસહ નામના સૂરિ બે હાથ ઉંચા શરીરવાળા અને વીશ વર્ષના આયુવાળા થશે. ૧૩૮.
તે સ્વર્ગથી ચ્યવીને મનુષ્યપણું પામશે, બાર વરસ ગૃહવાસમાં રહેશે, ચાર વર્ષ સુંદર સાધુપણે રહેશે ચાર વર્ષ આચાર્યપણે રહેશે. એકંદર આઠ વર્ષ શ્રમણપણામાં રહી અંતે અઠ્ઠમ કરી સૌધર્મ દેવલોકમાં દેવ થશે. ૧૩૯-૧૪૦.
તે કાળે દશવૈકાલિક, જીતકલ્પ, આવશ્યક, અનુયોગદ્વાર અને નંદી એટલું શ્રુત તે આચાર્ય ધારણ કરશે. ૧૪૧.
તે વખતે સાધ્વી ફલ્ગશ્રી નામે, શ્રાવક નાગિલ નામે અને શ્રાવિકા સત્યશ્રી નામે થશે. એ રીતે ચતુર્વિધ સંઘ થશે. ૧૪૨.
કહ્યું છે કે એક સાધુ એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા પણ આજ્ઞાયુક્ત હોય તો તેને સંઘ કહેવો, તે સિવાયનાને અસ્થિનો સંઘ સમજવો.” ૧૪૩.
- (પાંચમા આરાના અંતે એઓનું ઉત્કૃષ્ટ શ્રુત દશવૈકાલિક સુધી અને ઉત્કૃષ્ટ તપ છ9નું હશે અને તે પાપ્તાસિક તપ જેવું ગણાશે. ૧૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org