SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ક્યાં સુધી રહેશે. सूरयो बप्पभट्ट्याख्या अभयदेवसूरयः । हेमचार्याश्च मलय - गिर्याद्याश्चाभवन् परे ॥ १३३ ॥ विजयंतेऽधुनाप्येवं मुनयो नयकोविदाः । अत्युग्रतपसश्चारु-चारित्रमहिमाद्भुताः ॥ १३४ ॥ एवं मध्यस्थयादृष्ट्या पर्यालोच्य विवेकिभिः । न कार्यः शुद्धसाधूनां संशयः पंचमेऽरके ।। १३५ ॥ दुष्षमारकपर्यंता-वधि संघश्चतुर्विधः । भविष्यत्यव्यवच्छिन्न इत्यादिष्टं जिनैः श्रुते ॥ १३६ ॥ तथोक्तं भगवत्यां जंबूद्दीवे णं दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवइयं कालं तिथे अणुसज्जिस्सति ? गो० जंबू० भारहे इमीसे ओस० ममं वाससहस्साई तित्थे अणुसज्जिस्सति, इति भग० श० ८ उ० ८ । दीवालीकल्पे तूक्तं वासाण वीससहस्सा नव सय तिम्मास पंचदिणपहरा । इक्का घडिया दोपल अक्खर अडयाल जिणधम्मो ॥ १३७ ॥ ૨૩૩ શ્રીબપ્પભટ્ટીસૂરિ, શ્રી અભયદેવસૂરિ, શ્રીહેમચંદ્રાચાર્ય, શ્રીમલયગિરિ વગેરે બીજા ઘણા આચાર્યો થયા છે. ૧૩૩. અત્યારે પણ ન્યાયમાં પ્રવીણ અને અત્યુગ્ર તપ કરનારા તેમજ ચારિત્રના મહિમાવડે અદ્ભુત એવા કેટલાક મુનિઓ વિજયવંત વર્તે છે. ૧૩૪. આ પ્રમાણે મધ્યસ્થ બુદ્ધિથી વિચાર કરીને વિવેકીઓએ પાંચમા આરામાં શુદ્ધ સાધુઓસંબંધી સંશય ન કરવો. ૧૩૫. Jain Education International કેમકે દુષમ આરાના અંતસુધી અવ્યવચ્છિન્નપણે ચતુર્વિધસંઘ રહેશે-એમ જિનેશ્વરોએ સિદ્ધાંતમાં કહેલું છે. ૧૩૬. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે-હે ભગવંત ! જંબૂદ્રીપનાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલા કાળસુધી અવિચ્છિન્ન વર્તાશે ?' પ્રભુ કહે છે કે-‘હે ગૌતમ! આ જંબૂદ્રીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં મારું તીર્થ એકવીશ હજાર વર્ષપર્યન્ત અવિચ્છિન્ન વર્તાશે.’ આ પ્રમાણે ભગવતી શતક ૮, ઉદ્દેશા આઠમામાં કહ્યું છે. દીવાળીકલ્પમાં તો કહ્યું છે કે- ‘વીશ હજાર નવસો વર્ષ, ત્રણ માસ, પાંચ દિવસ પાંચ પ્રહર, એક ઘડી, બે પળ અને ૪૮ અક્ષર સુધી જૈનધર્મ રહેશે. ૧૩૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy