________________
૨૨૮
संयताकल्प्यवस्तूनां मनसा यो निषेवकः । स निर्दिष्टो यथासूक्ष्म-पुलाकः श्रुतपारगैः ॥ ९३ ॥ विनिर्गतो मोहनीय कर्माख्याद् ग्रंथतोऽत्र यः । स निर्ग्रथो द्विधा क्षीणो- पशांतमोहभेदतः ॥ ९४ ॥ शुक्लध्यानजलैः स्नातो दूरं कर्ममलोज्झितः ।
स स्नातकः स योगी चा-योगी चेति द्विधा भवेत् ।। ९५ ।। ततश्च - अरकेऽस्मिंश्च बकुश - कुशीलाख्येऽपि संयमे ।
भवेष्क्रमेणापकर्षः शक्तिसत्त्वादिहानितः ॥ ९६ ॥ सत्यप्येवं भवेयुर्ये मूढाः संघे चतुर्विधे ।
ધર્મ ૬ નાસ્તિા: હાર્યા-ત્તે ભવ્ય: સંવતો વહિઃ || ૬૭ || यथा घृतादिवस्तूनां पूर्वकालव्यपेक्षया । સ્નેહમાધુર્યાવિહાનિ-ર્યવષ્યઘ્યક્ષનીક્ષ્યતે || ૬૮ ॥ तथापि कार्यं तत्साध्यं स्यात्तैरेव घृतादिभिः । न पुनस्तत्पदन्यस्तैः स्वच्छैरपि जलादिभिः ॥ ९९ ॥
કાલલોક-સર્ગ ૩૪
તેમજ સંયતિ (મુનિ)ને અકલ્પ્ય એવી વસ્તુનો મનથી પણ જે સેવનાર હોય, તેને શ્રુતપારગામીઓએ યથાસૂક્ષ્મપુલાક કહેલ છે. ૯૩.
હવે નિગ્રંથ માટે કહે છે-મોહનીયકર્મરૂપ ગ્રંથથી જે નીકળી ગયા અર્થાત્ જેનું મોહનીયકર્મ નાશ પામ્યું તે નિગ્રંથ કહેવાય છે. તેના ક્ષીણમોહ અને ઉપશાંતમોહરૂપ પ્રકાર છે. ૯૪.
શુક્લધ્યાનરૂપ જલવડે સ્નાન કરીને જે કર્મમળ રહિત થયા છે, તે સ્નાતક. તે સયોગી અને અયોગી એમ બે પ્રકારના હોય છે. ૯૫.
આ પાંચમા આરામાં બકુશ ને કુશીલ-એ બે પ્રકારના સંયમ હોય છે. તેમાં પણ શક્તિસત્ત્વાદિની હાનિથી અનુક્રમે અપકર્ષ થતો જાય છે. ૯૬.
આમ છતાં પણ જે મૂઢ ચતુર્વિધ સંઘમાં કે ધર્મમાં નાસ્તિક હોય અર્થાત્ ચતુર્વિધ સંઘ કે ધર્મ નથી-એમ કહેતો હોય, તેને ભવ્યજનોએ સંઘથી બહાર કરવો. ૯૭.
જેમ ધૃતાદિ વસ્તુમાં પૂર્વકાળની અપેક્ષાએ સ્નેહ અને માદિની હાનિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. તો પણ તેનાથી સાથવાલાયક કાર્ય (મિષ્ટાન્નાદિક) તે જ ઘૃતાદિક વડે થાય છે-ક૨વામાં આવે છે પણ તેના બદલે સ્વચ્છ એવા જલાદિથી થતા નથી. ૯૮-૯૯.
તે જ રીતે પૂર્વ મુનિઓની અપેક્ષાએ હીન હીન ગુણવાળા છતાં પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org