________________
૨૨૬
કાલલોક-સર્ગ ૩૪ बकुशो द्विविधोऽप्येष स्वस्येच्छति परिच्छदं ।
पांडित्यादियशःकांक्षी सुखशीलः क्रियालसः ।। ७८ ॥ तथोक्तं पंचनिपँथ्यां - तह देससव्वछेया-रिहेहिं संबलेहिं संजुओ बउसो ।
मोहक्खयत्थमज्झु-ठिओ य सुत्तमि भणियं च ॥ ७९ ॥ उवगरणदेहचुक्खा रिद्धीजसगारवा सिया निच्चं । बहुसबलछेयजुत्ता 'निग्गंथा बाउसा भणिया ॥ ८० ॥ शीलं यस्येह चारित्रं कुत्सितं स कुशीलकः । प्रतीसेवाकषायाभ्यां द्विविधः स प्रकीर्तितः ॥ ८१ ॥ द्वैधोऽप्ययं पंचविधो ज्ञानदर्शनयोर्भवेत् । તપશ્ચારિત્રયોદૈવ અથાકૂ વ તાદૃશ: || ૮૨ | स ज्ञानादिकुशीलो यो ज्ञानादीनुपजीवति । यथासूक्ष्मस्तु स स्याद्यः प्रीयते स्वप्रशंसया ।। ८३ ॥ ज्ञानादिषु कुशीलाः स्युः पंचामी प्रतिसेवया । कषायतोऽथ ज्ञानादि-कुशीलान् ब्रूमहे परान् ।। ८४ ॥
બતાવીને યશના ઈચ્છુક, સુખશીલ અને ક્રિયામાં આળસુ હોય છે. ૭પ-૭૮.
પંચનિર્ચથી પ્રકરણમાં કહ્યું છે કે - “તેમજ દેશ અથવા સર્વ છેદને યોગ્ય દોષ યુક્ત જ હોય તે બકુશ, પરંતુ તે મોહના ક્ષય માટે અભ્યસ્થિત થયેલા હોય છે, એમ સૂત્રમાં કહેલું છે. ૭૯.
તે બકુશના બે ભેદ-૧ ઉપકરણ અને ૨ દેહશુશ્રુષા જેઓ ઋદ્ધિગારવ અને યશગારવવાળા નિત્ય હોય, બહુદોષવાળા ચારિત્રયુક્ત હોય તેને બકુશનિગ્રંથ કહ્યા છે. ૮૦.
હવે બીજા કુશીલ નિગ્રંથ માટે કહે છે. શીલ તે અહીં ચારિત્ર. તે જેનું કુત્સિત હોય તે કુશીલ કહેવાય. તેના પણ બે પ્રકાર -૧ પ્રતિસેવાકુશીલ અને ૨ કષાયકુશીલ કહ્યા છે. ૮૧.
એ બંને પાંચ પ્રકારના છે - ૧ જ્ઞાન, ૨ દર્શન, ૩ તપ, ૪ ચારિત્ર અને ૫ યથાસૂક્ષ્મ. ૮૨.
તેમાં પ્રથમનાં ચાર કુશીલ, જ્ઞાનાદિવડે આજીવીકા કરે અને પાંચમો પોતાની પ્રશંસાવડે પ્રીતિ પામે રાજી થાય, તે યથાસૂક્ષ્મ કુશીલ. ૮૩. ,
પ્રતિસેવના-કુશીલના આ જ્ઞાનાદિને વિષે પાંચ પ્રકાર સમજવા. હવે કષાયવડે જ્ઞાનાદિ કુશીલના પાંચ પ્રકાર કહેવાય છે. ૮૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org