________________
૨૧૮
કાલલોક-સર્ગ ૩૪ ग्रामाः श्मशानतुल्याः स्युामाभनगराणि च । कुटुंबिनश्चेटतुल्या राजानश्च यमोपमाः ॥ २१ ॥ वित्तं गृह्णति लोभांधा महीपाला नियोगिनां । प्रजानां तेऽधमाश्चैवं मात्स्यो न्यायः प्रवर्तते ।। २२ ॥ उत्तमा मध्यमाचारा मध्यमाश्चात्यचेष्टिताः । विसंस्थुलाश्च देशाः स्यु-दुर्भिक्षाद्यैरुपद्रवैः ॥ २३ ॥ मितं वर्षति पर्जन्यो न वर्षत्यपि कर्हिचित् । वर्षत्यकाले काले च न जनैः प्रार्थितोऽपि सः ।। २४ ।। अन्नं निष्पद्यतेऽनेकै-रुपायैः सेचनादिभिः । निष्पन्नमपि तत्कीर-शलभायैर्विनश्यति ॥ २५ ॥ वदान्या धार्मिका न्याय-प्रियास्ते निर्धना जनाः । अनीतिकारिणो दुष्टाः कृपणाश्च धनैर्भूताः ।। २६ ॥ निर्धना बह्वपत्याः स्यु-निनोऽपत्यवर्जिताः । आढ्या मंदाग्नयो रुग्णा दृढाग्न्यंगाश्च दुर्विधाः ॥ २७ ।।
આ કાળમાં ધીમે ધીમે ગ્રામો સ્મશાનતુલ્ય, નગરો ગ્રામતુલ્ય, કુટુંબીઓ દાસતુલ્ય અને રાજાઓ મમતુલ્ય થશે. ૨૧.
લોભાંધ એવા રાજાઓ અધિકારીઓને દંડીને તેનું દ્રવ્ય ગ્રહણ કરશે અને અધમ એવા અધિકારીઓ પ્રજાનું દ્રવ્ય ગ્રહણ કરશે. આ પ્રમાણે મત્સ્યગલાગલન્યાય પ્રવર્તશે. ૨૨.
ઉત્તમો મધ્યમ આચારવાળા, મધ્યમો કનિષ્ઠ આચારવાળા થશે અને દેશો દુર્ભિક્ષાદિના ઉપદ્રવથી વિસંસ્થળ અવ્યવસ્થિત થઈ જશે. ૨૩.
વરસાદ બહુ થોડો આવશે, કોઈ વખત વરસશે જ નહીં, અકાળે વરસશે અને કાળે લોકો તરફથી પ્રાર્થના કરવા છતાં પણ વરસશે નહીં. ૨૪.
પાણી સિંચવા વિગેરે અનેક ઉપાયોવડે અન્ન પાકશે, તો તેનો પાછો પોપટ અને શલભ વિગેરે પક્ષીઓ વિનાશ કરી નાખશે. ૨૫.
દાની, ધાર્મિક અને ન્યાયપ્રિય મનુષ્યો નિધન થશે અને અનીતિ કરનારા, દુષ્ટો અને કૃપણો ધનવડે ભરપૂર થશે. ૨૬.
નિધનો બહુ બાળબચ્ચાવાળા થશે, ધનવાનો બાળક વિનાના થશે, ધનાઢ્યો મંદાગ્નિવાળા અને વ્યાધિવાળા થશે તથા દુર્ભાગીઓ દઢ અગ્નિવાળા અને દઢ શરીરવાળા થશે. ૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org