________________
૨૧૬
કાલલોક-સર્ગ ૩૪
अस्मिन् कालेऽपि पूर्वोक्तं भूमिवृक्षादिवर्णनं । अनुसंधीयतां किंत्व-नंतघ्नन्यूनपर्यवं ॥ ७ ॥ स्यात्संहननमत्रादौ संस्थानमपि षड्विधं । व्यवच्छेदे क्रमादेकं सेवार्तमवतिष्ठते ॥ ८ ॥ यथास्यामवसर्पिण्या-मरेऽस्मिन् प्रथमं गतं । दिवं गते स्थूलभद्रे वज्रर्षों तच्चतुष्टयं ॥ ९ ॥ त्रिंशमब्दशतं चायुः स्यादत्रादौ शरीरिणां । कालक्रमाद्धीयमानमंते विंशतिवार्षिकं ॥ १० ॥ सप्तहस्तमितं देहं स्यादत्रादौ शरीरिणां । एकहस्तमितं चांते हीयमानं यथाक्रमं ॥ ११ ॥ चतुर्थारकजातानामिह मोक्षोऽपि संभवेत् । एतस्मिन्नरके जात-जन्मनां तु भवेन्न सः ॥ १२ ।। जाते तु निर्वाणोच्छेदे संहननानुसारतः । શરીરિો યથા યુધ્ધતુતિઃામિન: | ૩ |
આરો સમાપ્ત થયા બાદ પાંચમો દુઃષમા નામનો આરો શરૂ થાય છે. ૬.
તે કાળમાં પણ પૂર્વે કહ્યા પ્રમાણે ભૂમિવૃક્ષાદિના વર્ણનનું અનુસંધાન કરી લેવું, પરંતુ તે ચોથા આરા કરતાં અનંતગુણા ન્યૂન પર્યાયવાળું સમજવું. ૭.
એ આરાની આદિમાં સંહનન અને સંસ્થાન છએ હોય છે પરંતુ સંઘયણમાં ક્રમથી વિચ્છેદ થતાં છેવટે એકલું સેવારૂં રહે છે. ૮.
તે આવી રીતે આ અવસર્પિણીમાં સ્થૂલભદ્ર સ્વર્ગવાસી થયા પછી પહેલું સંઘયણ વિચ્છેદ પામ્યું અને વજર્ષિ સ્વર્ગવાસી થયા પછી ત્યારપછીના ચાર સંઘયણ વિચ્છેદ પામ્યા છે. ૯.
આ પાંચમા આરાના પ્રારંભમાં પ્રાણીઓનું ઉત્કૃષ્ટ આયુ ૧૩૦ વર્ષનું હોય છે, તેમાં કાળક્રમે હાનિ થતાં-ઘટતાં પાંચમા આરાને છેડે વીશ વર્ષનું રહે છે. ૧૦.
આ આરાની આદિમાં સાત હાથનું શરીર હોય છે, તે અનુક્રમે ઘટતું ઘટતું એક હાથનું રહે છે. ૧૧.
ચોથા આરામાં જન્મેલાનો આ આરામાં મોક્ષ સંભવે છે, આ આરામાં જન્મેલાને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ૧૨.
નિવાર્ણનો ઉચ્છેદ થયા બાદ સંવનનને અનુસારે જીવો પોતપોતાના કર્મ પ્રમાણે ચારે ગતિમાં
૧. આયુ ૧૨૦ વર્ષનું પ્રારંભમાં અને અંતે શરીર બે હાથનું અન્યત્ર કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org