________________
૨૦૮
કાલલોક-સર્ગ ૩
====
======
===
लंकाराज्येऽभिषिच्याथ पद्मराजो विभीषणं । सीतामादाय सौमित्र-सेवितः कोशलां ययौ ॥ ३६२ ।। तत्र त्रिखंडभूपालै-रभिषिक्तः सुरैरपि । लक्ष्मणो वासुदेवत्वे बलत्वे पद्मभूपतिः ।। ३६३ ॥ द्वादशाब्दसहस्रयु-स्तुंगश्चापानि षोडश । अष्टमो वासुदेकोऽय-मुक्तः पद्मानुजः श्रुते ॥ ३६४ ॥ इति लक्ष्मणः ।। गंगदत्तो वणिग्मातु-रपमानाद्विरागवान् । द्रुमसेनर्षिपादांते प्रव्रज्यां प्रतिपत्रवान् ॥ ३६५ ॥ निदानं चकृवानेवं सोऽन्यदा हस्तिनापुरे । भूयासं तपसानेन जनानां वल्लभो भृशं ॥ ३६६ ॥ ततः स्वर्गे महाशुक्रे स संजातः समाधिना । વૃંદારો મદારીનો મહાતિર્મહસ્થિતિઃ || ૩૬૭ || इतश्च मथुरापुर्यां हरिवंशे नृपोऽभवत् । बृहद्बलाह्वयस्तस्य तनयो यदुसंज्ञकः ॥ ३६८ ॥ तत्सुतो भूपतिः शूर-स्तस्याभूतामुभौ सुतौ ।
नृपौ शौरिसुवीराख्यौ जाग्रन्नीतिपराक्रमौ ॥ ३६९ ॥ લંકાના રાજ્ય ઉપર પદ્મ વિભીષણનો અભિષેક કર્યો. અને સીતાને લઈને લક્ષ્મણ સહિત રામચંદ્ર અયોધ્યામાં આવ્યા. ૩૬૨.
ત્યાં ભરતક્ષેત્રના દક્ષિણ બાજુના ત્રણ ખંડના સર્વ રાજાઓએ અને દેવોએ મળીને લક્ષ્મણનો વાસુદેવ તરીકે અને પદ્મનો બલદેવ તરીકે અભિષેક કર્યો. ૩૬૩.
આઠમા વાસુદેવ બાર હજાર વર્ષના આયુવાળા અને સોળ ધનુષ્યના શરીરવાળા રામચંદ્રના નાનાભાઈ તરીકે શાસ્ત્રોમાં વર્ણવેલા છે. ૩૬૪. ઈતિ લક્ષ્મણઃ ૮ !
ગંગદત્ત નામનો વણિક માતાના અપમાનથી વૈરાગ્યવાળો થયો. તેણે તુમસેન મુનિની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૩૬૫.
તે અન્યદા હસ્તિનાપુર ગયા. ત્યાં તેમણે ‘આ તપના પ્રભાવથી લોકોનો અત્યંત વલ્લભ થાઉં એવું નિયાણું કર્યું. અને સમાધિપૂર્વક મરણ પામીને તે મહાશુક્ર નામના સાતમાં દેવલોકમાં મહાકાંતિવાળા, મહાસુખવાળા અને પૂર્ણસ્થિતિવાળા દેવ થયા. ૩૬૬-૩૬૭.
અહીં મથુરાપુરીમાં હરિવંશમાં બૃહદ્મળ નામે રાજા થયો, તેનો પુત્ર યદુ નામે થયો. તેનો પુત્ર શૂર નામે રાજા થયો. તેને બે પુત્ર શૌરિ ને સુવીર નામે જાગૃત એવી નીતિ અને પરાક્રમવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org