________________
રાવણનો નાશ
૨૦૭
धरणेद्रेण दत्तास्मै रावणायोग्रभक्तये । प्रज्ञप्त्या भगिनी देवस्यापि लग्ना सुदुःसहा ॥ ३५५ ॥ विशल्यया भवे पूर्वे कृतानां तपसां महत् । तेजः सोढुमनीशास्मि द्रुतं गच्छामि मुंच मां ।। ३५६ ।। पटूभूतोऽथ सौमित्रिः प्रातः पद्मानुशासनात् । सह कन्यासहस्रेणो द्वहति स्म विशल्यकां ॥ ३५७ ॥ पुनः प्रवृत्ते संग्रामे सौमित्रिदशकंठयोः । मुमोच रावणश्चक्रं लक्ष्मणस्य जिघांसया ।। ३५८ ।। तत्तु प्रदक्षिणां कृत्वा सौमित्रेदक्षिणं करं । अलंचक्रे वशीभूतं चिरपालितपक्षिवत् ॥ ३५९ ।। सचक्रं चूर्णयिष्यामी-त्युन्माद्यंतं दशाननं । चक्रे तेनैव चक्रेण विष्णुः पाटितवक्षसं ॥ ३६० ॥ ततश्च ज्येष्ठबहुलै-कादश्यामपरालके । यामे तृतीये नरक चतुर्थं रावणो ययौ ॥ ३६१ ।।
નામે મહાશક્તિ છું. ૩૫૪.
ઉગ્ર (પ્રભુ) ભક્તિવાળા આ રાવણને ધરણે આપેલી છે. હું પ્રજ્ઞપ્તિવિદ્યાની બહેન છું અને દેવોને પણ હું લાગું તો અસહ્ય છું. ૩પપ.
પરંતુ વિશલ્યાએ પૂર્વ ભવમાં કરેલા મહાતપના તેજને સહન કરવામાં અસમર્થ છું. તેથી હું જલદી જવા ઈચ્છું છું માટે મને મૂકી ઘો' (આ પ્રમાણે સાંભળીને હનુમાને મૂકી દીધી) ૩૫૬.
સૌમિત્રિ શરીરથી સ્વસ્થ થયા. એટલે તેણે સવારે રામચંદ્રના કહેવાથી હજાર કન્યાઓ સાથે વિશલ્યાનું પાણિગ્રહણ કર્યું. ૩૫૭.
ફરીથી લક્ષ્મણ અને રાવણનો સંગ્રામ શરૂ થયો એટલે રાવણે લક્ષ્મણને હણી નાખવા માટે ચક્ર મૂક્યું. ૩૫૮.
- તે ચક્ર લક્ષ્મણને પ્રદક્ષિણા કરીને તેના હાથમાં આવી ઘણા વખતથી પાળેલા પક્ષીને જેમ વશ થયું. ૩૫૯.
તે વખતે ચક્રસહિત લક્ષ્મણને પણ ચૂર્ણ કરી નાખવાના અભિમાનવાળા દશાનન ઉપર લક્ષ્મણે ચક મૂક્યું. તેણે તેના હૃદયને ફાડી નાંખ્યું. ૩૬૦.
એ રીતે જ્યેષ્ઠ વદ અગ્યારસનાં ત્રીજા પહોરે (બપોરે) મરણ પામીને રાવણ ચોથી નરકે ગયો. ૩૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org