________________
૨૦૬.
કાલલોક-સર્ગ ૩૩ विशल्यास्नाननीरेणा-भूवं शल्योज्झितः पुरा । तत्कार्यसिद्धिर्युष्माकं तेनावश्यं भविष्यति ॥ ३४७ ॥ अस्ति मातुलपुत्री सा भरतस्य महीपतेः । ततो युष्मदधीनैव द्रोणमेघनृपात्मजा ॥ ३४८ ॥ ततो भामंडलहनू-मदाद्याः खेचरेश्वराः । लब्धोपाया विमामेन द्राग्जग्मुर्निशि कोशलां ॥ ३४९ ॥ भरतं च पुरस्कृत्य पुरे कौतुकमंगले । गत्वा द्रोणमयाचंत विशल्यां कन्यकां ततः ॥ ३५० ॥ सह कन्यासहस्रेण ददौ सौमित्रये तदा । विशल्यां द्रोणमेघो य-द्रलं रत्नेन योज्यते ॥ ३५१ ।। समादाय विशल्यां ते निशाशेषेऽथ खेचराः । पद्मं पश्यंतमध्वानं दीनाननममूमुदन् । ३५२ ।। विशल्यापाणिसंस्पर्शा-लक्ष्मणास्यांगतो द्रुतं । निरगात्सा महाशक्ति मंत्रान्नागीव वेश्मतः ॥ ३५३ ॥ हनूमता सा निर्यांती धृता हस्तेऽब्रवीदिति ।
अमोघविजयाख्याहं महाशक्तिर्महामते ॥ ३५४ ॥ તેણે કહ્યું કે “વિશલ્યાના સ્નાનના નીરથી હું પૂર્વે શલ્ય રહિત થયેલો છું, તેથી તે જ જળવડે તમારા કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થશે. ૩૪૭.
વળી તે ભરત રાજાના મામા દ્રોણમેઘરાજાની પુત્રી થાય છે, તેથી તે તો તમારે આધીન જ છે.” ૩૪૮.
આ પ્રમાણે સાંભળીને ભામંડળ. હનમાન વિગેરે વિધાધરો યોગ્ય ઉપાય મળવાથી તરત જ વિમાનવડે અયોધ્યા ગયા. અને ત્યાંથી ભરતને લઈને કૌતુકમંગલ નગરે જઈ દ્રોણમેઘ રાજા પાસે વિશલ્યા કન્યાની માગણી કરી. ૩૪૯-૩પ૦.
એટલે દ્રોણમેઘે હજાર કન્યાઓ સાથે વિશલ્યા લક્ષ્મણને આપી. કારણ કે “રત્ન રત્નની સાથે જ જોડાય છે.' ૩૫૧.
વિશલ્યાને લઈને કાંઈક રાત્રી બાકી રહી તેવા સમયે વિદ્યાધરો છાવણીમાં આવ્યા અને માર્ગને જોઈ રહેલા દીન મુખવાળા રામચંદ્રને હર્ષ પમાડ્યો. ૩૫૨.
વિશલ્યાન, હાથના સ્પર્શથી જ લક્ષ્મણના શરીરમાંથી મંત્રથી જેમ નાગણી ઘરમાંથી બહાર નીકળે તેમ તે મહાશક્તિ બહાર નીકળી ગઈ. ૩પ૩.
હનુમાને તેને નીકળતાં જ હાથવડે પકડી એટલે તે બોલી કે - હે મહામતિ ! હું અમોઘવિજ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org