SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ લક્ષ્મણજીના ઉપચાર માટે તૈયારી सौमित्रिमवदद्राम-स्तदायं हन्यते हहा । विभीषणः संश्रितोऽस्मान् धिग् नः संश्रितघातिनः ॥ ३४० ॥ लक्ष्मणः पुरतो गत्वा पृष्ठे कृत्वा विभीषणं । आचिक्षेप दशग्रीवं क्रुद्धः सोऽप्येवमाह तं ॥ ३४१ ॥ नोत्क्षिप्ता शक्तिरेषा त्व-त्कृते किं म्रियसे मुधा । अन्यस्य मृत्युना यद्वा मार्य एव त्वमप्यसि ॥ ३४२ ॥ तया च भिन्नहृदयः सौमित्रिभूतलेऽपतत् । मूर्च्छितो मृतवत्पद्म-सैन्ये शोको महानभूत् ॥ ३४३ ॥ पद्मं विभीषणोऽथोचे किमधैर्यमिदं प्रभो । शक्त्यानया हतो रात्रि-मेकां जीवति यत्पुमान् ।। ३४४ ॥ प्रतीकाराय तेनास्याः सर्वथा प्रयतामहे । पद्मदयोऽपि चक्रुस्तां-स्तेऽभवन् किंतु निष्फलाः ॥ ३४५ ॥ पद्ये निराशे खिन्नेऽथ प्रतिचंद्राभिधो निशि । एत्य विद्याधरोऽवादी-सौमित्रर्जीवनौषधं ॥ ३४६ ॥ ઘાત કરે એવી અમોઘવિજ્યા નામની શક્તિ તેના ઉપર નાંખી. ૩૩૯. તે વખતે લક્ષ્મણને રામે કહ્યું કે હા ! હા !.આ આપણો આશ્રિત થયેલો વિભીષણ હણાય છે. આશ્રિતનો ઘાત થવા દેનાર આપણને ધિકકાર છે ! ૩૪૦. વડીલબંધુના આવા વચન સાંભળીને લક્ષ્મણ વિભીષણની આગળ થયો અને તેને પોતાની પાછળ કરી દીધો. પછી દશગ્રીવને આક્ષેપ કર્યો એટલે ક્રોધાયમાન થયેલો રાવણ તેના પ્રત્યે બોલ્યો કે મેં આ શક્તિ તને મારવા માટે નાખી નથી, માટે ફોગટ શા માટે બીજાના મૃત્યુમાં તું મરે છે ? અથવા તું પણ મરવા યોગ્ય જ છો.’ ૩૪૧-૩૪૨. એટલે તેથી ભેદાયેલ હૃદયવાળો સૌમિત્રિ મૃત જેવો મૂચ્છિત થઈને ભૂતલ પર પડયો અને રામચંદ્રના આખા સૈન્યમાં મહાન શોક વ્યાપી ગયો. ૩૪૩. વિભીષણ રામચંદ્રને કહે છે કે “હે સ્વામી ! તમે અત્યારે શૈર્ય ધારણ કરો, કારણ કે આ શક્તિથી હણાયેલો પુરુષ એક રાત્રિ જીવે છે. ૩૪૪. તેથી એના પ્રતિકાર માટે આપણે સર્વ પ્રકારના પ્રયત્નો કરીએ.” રામચંદ્ર આદિએ તેના કહેવા પ્રમાણે અનેક પ્રયત્નો કર્યા, પણ તે બધા નિષ્ફળ થયા. ૩૪૫. તેથી રામચંદ્ર અત્યંત નિરાશ અને ખિન્ન થઈ ગયા. એવામાં મધ્ય રાત્રિએ પ્રતિચંદ્ર નામનો એક વિદ્યાધર ત્યાં આવ્યો અને તેણે સૌમિત્રિનું જીવનૌષધ બતાવ્યું. ૩૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy