________________
સીતાનું હરણ
तत्रापराजिता देवी हर्यक्षेर्भेदुभास्करैः । તનયં સૂચિત સ્વનૈઃર્વનું પદ્મમનીનનત્ ॥ ૩૨૪ ॥ स्वर्गात्सनत्कुमाराख्या- च्युत्वा जीवः पुनर्वसोः । समुत्पेदे सुमित्रायाः कुक्षावक्षामभाग्यभूः || ३२५ ॥ सिंहेभसूर्यचंद्राग्नि श्रीवार्द्धिस्वप्नसूचितं । नारायणाभिधं विष्णुं सुमित्रा सुषुवे सुतं ॥ ३२६ ॥ सुतं चासूत कैकेयी भरतं भरतोपमं ।
प्रासूत सुप्रभा पुत्रं शत्रुघ्नं शत्रुखंडनं ॥ ३२७ ॥ जीवोऽथानंगसुंदर्या युत्वा कल्पात्तृतीयकात् । पल्यां प्रियंकरानाम्न्यां द्रोणमेघस्य भूपतेः ॥ ३२८ ॥ सुताभवद्विशल्याख्या मातुर्व्याधिं चिरंतनं । या जहारागता गर्भे जाता सा निरुपद्रवा ॥ ३२९ ॥ प्राक् तप्तपसोऽमुष्याः स्नानांभोभिर्जनेऽभवत् । व्रणसंरोहणं शल्या-पहारो रोगसंक्षयः ।। ३३० ॥ राज्याभिषेकायाहूतं रामं दशरथोऽप्यथ । विससर्ज वनायार्त्तः कैकेयीवरयांचया ।। ३३१ ॥
બાહુના વીર્યવાળા ચાર પુત્રો થયા. ૩૨૩.
તેમાં પ્રથમ અપરાજિતા રાણીએ હાથી, સિંહ, ચંદ્ર અને સૂર્ય-એ ચાર સ્વપ્નવડે સૂચિત પદ્મ
નામના બળદેવનો જન્મ આપ્યો. ૩૨૪.
૨૦૩
સનત્ કુમાર દેવલોકથી ચ્યવીને પુનર્વસુનો જીવ અત્યંત ભાગ્યશાળી એવો સુમિત્રા નામની રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ૩૨૫.
૧ સિંહ, ૨ હાથી, ૩ સૂર્ય, ૪ ચંદ્ર, ૫ અગ્નિ, ૬ લક્ષ્મી અને ૭ સમુદ્ર-એ સાત સ્વપ્નોથી સૂચિત નારાયણ (લક્ષ્મણ) નામના વાસુદેવ થનાર પુત્રને તે સુમિત્રાએ જન્મ આપ્યો. ૩૨૬.
કૈંકૈયીએ ભરત જેવા ભરત નામના પુત્રને જન્મ આપ્યો અને સુપ્રભારાણીએ શત્રુનું ખંડન
કરનાર શત્રુઘ્ન નામના પુત્રને જન્મ આપ્યો. ૩૨૭.
અનંગસુંદરીનો જીવ ત્રીજા દેવલોકમાંથી ચ્યવીને દ્રોણમેઘરાજાની પ્રિયંકા નામની રાણીથી વિશલ્યા નામની પુત્રીપણે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં આવતાં જ ઘણા વખતનો માતાનો વ્યાધિ દૂર થયો અને તેનો નિરુપદ્રવપણે જન્મ થયો. ૩૨૮-૩૨૯.
Jain Education International
પૂર્વભવમાં તપેલા તપના પ્રભાવથી આ વિશલ્યાના સ્નાનના જળથી લોકોમાં વ્રણસંરોહણ, શલ્યનો અપહાર અને રોગનો ક્ષય થવા લાગ્યો. ૩૩૦.
અહીં અન્યદા રાજ્યાભિષેક માટે બોલાવેલા રામચંદ્રને દશરથ રાજાએ કૈકેયીએ કરેલી
For Private & Personal Use Only
www.jainelibrary.org