________________
૨૦૧
દશરથ રાજાની મૂર્તિનો વધ
भवांतरेऽपि भूयासं तपसानेन तादृशः । तथा प्राणप्रिया भूयात् सैषा मेऽनंगसुंदरी ॥ ३०९ ॥ पुनर्वसुस्ततो जातः सुरः स्वर्गे तृतीयके । चारित्रोपार्जितं तत्र बुभुजे शं यथास्थिति ॥ ३१० ॥ अतितीव्र तपोऽकार्षी-द्वनस्थानंगसुंदरी । विहितानशना चांते जग्रसेऽजगरेण सा ॥ ३११ ॥ ततः समाधिना मृत्वा देवलोके तृतीयके । सुरत्वेन समुत्पेदे बुभुजे चाद्भुतं सुखं ॥ ३१२ ॥ इतश्च-नैमित्तिकोक्त्या स्ववधं ज्ञात्वा दशरथात्मजात् । प्रैषीद्दशरथं हंतुं दशग्रीवो विभीषणं ॥ ३१३ ॥ नारदर्षिर्दशरथ-भूभुजे द्राक् सधर्मणे । अजिज्ञपद्दशग्रीव-संसद्याकर्ण्य तां कथां ॥ ३१४ ॥ श्रुत्वा दशरथोऽप्येव-मयोध्याया विनिर्ययौ । समर्प्य मंत्रिणे राज्यं वेषांतरतिरोहितः ।। ३१५ ।।
સૈન્યથી આત્ત થયેલા મારા હાથથી અનંગસુંદરી છુટી શક્ત નહીં. માટે ભવાંતરમાં પણ આ તપના પ્રભાવથી હું એવો બળવાન થાઉં અને આ અનંગસુંદરી મારી પ્રાણપ્રિયા થાય.’ ૩૦૭-૩૦૯.
આ પ્રમાણે નિયાણું કરનાર પુનર્વસુ મુનિ મરણ પામીને ત્રીજા દેવલોકમાં દેવ થયા. ત્યાં ચારિત્રના પ્રભાવથી ઉપાર્જન કરેલું સુખ આયુષ્ય પર્યત ભોગવ્યું. ૩૧૦.
વિમાનમાંથી પડેલી અનંગસુંદરી અતિ તીવ્ર તપ કર્યો. પ્રાંતે અનશન કર્યું. તે સ્થિતિમાં તેને અજગર ગળી ગયો. ૩૧૧.
ત્યાં સમાધિવડે મરણ પામીને તે બીજા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. ત્યાં તેણે અદ્ભુત સુખ ભોગવ્યું. ૩૧૨.
હવે અહીં નૈમિત્તિકના વચનથી પોતાનો વધ દશરથ રાજાના પુત્રથી થવાનો જાણીને દશરથ રાજાને મારી નાંખવા માટે દશગ્રીવે વિભીષણને મોકલ્યો. ૩૧૩.
નારદમુનિએ આ વાત દશગ્રીવની રાજસભામાં સાંભળીને તરત જ પોતાના સધમાં દશરથરાજા પાસે આવીને જણાવી. ૩૧૪.
એ વાત સાંભળીને દશરથ રાજા અયોધ્યામાંથી નીકળી ગયા. રાજ્ય મંત્રીને સોંપ્યું અને પોતે વેષાંતર કરીને અદશ્ય થઈ ગયા. ૩૧૫.
અહીં બુદ્ધિમાન મંત્રીએ દશરથ રાજાની મૂર્તિ લેપ્યમય બનાવીને રાજમહેલના અંધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org