SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ . કાલલોક-સર્ગ ૩૨ भीमेन राक्षसेंद्रेण मेघवाहनभूभुजे । पूर्वं प्रदत्तो यो हारो नवमाणिक्यनिर्मितः ॥ २८६ ॥ नागानां च सहस्रेण रक्षितो निधिराजवत् । अनीशैर्वोढुमखिलैः पूर्वजैः पूजितः क्रमात् ॥ २८७ ॥ तं च हारं स बालोऽपि न्यधात्कंठे कराहतं । मुखैस्तद्रलसंक्रांतैः सोऽभूदृशमुखाह्वयः ॥ २८८ ॥ त्रैलोक्यकंटकं चैनं वाली निर्जित्य संगरे । वैराग्येण प्रवव्राजा-कार्षीच्च विविधं तपः ॥ २८९ ॥ तं पुष्पकविमानाधि-रूढो दशमुखो व्रजन् । अष्टापदाचलेऽपश्य-प्रतिमास्थं स्खलद्गतिः ॥ २९० ॥ दृष्ट्वा च वालिनं क्रुद्धो-ऽवादीदेवं दशाननः । निर्जित्य मां भयादेव दंभेन व्रतमग्रहीः ।। २९१ ॥ मां बाहुमूले निक्षिप्य यथाऽभ्राम्यस्त्वमंबुधीन् । तथा त्वां साद्रिमुक्षिप्य लवणाब्धौ क्षिपाम्यहं ॥ २९२ ।। इत्युदीर्य विदार्य क्षमा-मष्टपदगिरेस्तले । प्रविश्य युगपद्विद्या-सहस्रं मनसि स्मरन् । २९३ ॥ હાર આપ્યો હતો અને નિધિરાજની જેમ એક હજાર નાગોથી સેવાતો હતો તથા તેને પહેરવાને અસમર્થ એવા બધા પૂર્વજોથી અનુક્રમે સેવાતો હતો તે હાર, બાળક એવા તે પુત્રે (રાવણે) હાથવડે ઉપાડીને પોતાની ડોકમાં નાખ્યો. તે હારના નવ રત્નમાં સંક્રાંત થતા નવ મુખોથી એકંદર તે દશમુખ नामथी प्रज्यात थयो. २८७-२८८. તે દશમુખ નૈલોક્યકંટક તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેને સંગ્રામમાં જીતીને વાલિ વિદ્યાધરે વૈરાગ્યથી દીક્ષા અંગીકાર કરી અને વિવિધ પ્રકારના તપ તપવા લાગ્યા. ૨૮૯. તેવામાં પુષ્પક વિમાનમાં બેસીને જતા દશમુખનું વિમાન અલના પામ્યું તેથી નીચે જોતાં અષ્ટાપદ ઉપર કાયોત્સર્ગે રહેલા વાલીમુનિને જોયાં. ર૯૦. તેથી ક્રોધાયમાન થયેલો દશાનને એમ બોલ્યો કે ‘મને જીતીને મારા ભયથી જ દંભથી તેં ચારિત્ર ગ્રહણ કર્યું છે. તે વખતે મને કાંખમાં લઈને જેમ તેં સમુદ્ર ફરતો મને ફેરવ્યો હતો, તેમ તને આ પર્વત સહિત ઉપાડીને હું લવણસમુદ્રમાં નાખી દઉં છું.’ ૨૮૧-૨૯૨. તે આ પ્રમાણે કહીને પૃથ્વીને ફાડી અષ્ટાપદપર્વતની નીચે પ્રવેશ કરી તેણે હજારે વિદ્યાનું સ્મરણ ध्यु. २८3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy