________________
૧૯s
કાલલોક-સર્ગ ૩૩ अयं मुनिर्मया दृष्टः क्रीडन्नंगनया समं । हास्यात्तयोदितोऽप्येष कलंकः प्रथितो जने ।। २७१ ॥ जग्राहाभिग्रहं सोऽपि शासनन्यक्रियाभिया । उत्तीर्णेऽस्मिन् कलंकेऽहं पारयिष्यामि नान्यथा ॥ २७२ ॥ वेगवत्यथ सोत्सून-मुखा दैवतरोषतः । ज्ञातसाधुव्यतिकरैर्जनकाद्यैश्च भर्त्सिता ॥ २७३ ॥ अध्यक्षं सर्वलोकाना-मित्यूचे रचितांजलिः । નિર્લેષોડશેષ નિર્ણયો મિયા મંદ્રમા | ર૭૪ | अलीकदोषारोपेण दूषितः कृतहास्यया । तत् श्रुत्वा मुदिताः सर्वे जनास्तं मुनिमस्तुवन् ॥२७५॥ त्रिभिर्विशेषकं । दिव्यानुभावादुल्लाघा साभवद्वेगवत्यपि । निशम्य जैनधर्मं च श्राविकाभूत्तदादितः ।। २७६ ॥ अथ वेगवतीरूप-मोहितः शंभुभूपतिः । ययाचे तत्पिता मिथ्या दृशे तस्मै ददौ न तु ॥ २७७ ॥
પૂજાતા જોઈને આ પ્રમાણે કહ્યું કે “આ મુનિને મેં સ્ત્રી સાથે ક્રીડા કરતા જોયેલા છે.’ હાસ્ય માત્રથી તેણે કહેલું આ કલંક લોકમાં વિસ્તાર પામ્યું. ૨૭૦-૨૭૧.
એટલે મુનિએ પણ શાસનની હીલના થવાના ભયથી અભિગ્રહ કર્યો કે “આ કલંક ઉતરે ત્યારે જ હું કાયોત્સર્ગ પારીશ, અન્યથા પારીશ નહીં.' ૨૭૨.
શાસનદેવતાના રોષથી વેગવતી વિલખી પડી, અને આ વૃતાંત જાણીને તેનાં માતા-પિતાએ તેની ઘણી નિર્ભત્સના કરી. ૨૭૩.
એટલે તેણે પણ સર્વ લોકોની સમક્ષ ત્યાં આવી હાથ જોડીને કહ્યું કે- ‘આ નિર્ગથ મુનિ તદ્દન નિદોંષ છે. તેને કલંક આપનાર અને નિભગ્ય એવી મને ધિકાર છે. મેં માત્ર હાંસીથી ખોટા દોષારોપણ કરીને મુનિને દૂષિત કહ્યા હતા. આ પ્રમાણે સાંભળીને સર્વ લોકો હર્ષ પામ્યા અને તે મુનિની સ્તવના કરવા લાગ્યા. ૨૭૪-૨૭પ.
| દિવ્યાનુભાવથી તે વેગવતી પણ નિદોષ થઈ. પછી જૈન ધર્મ સાંભળીને ત્યારથી તે શ્રાવિકા થઈ. ૨૭૬.
હવે વેગવતીના રૂપથી મોહિત થયેલ શંભુ રાજાએ તેના પિતા પાસે તેની માગણી કરી પરંતુ તે શંભુ મિથ્યાદષ્ટિ હોવાથી તેને તેણે આપી નહીં. ર૭૭.
એટલે શંભુ રાજાએ શ્રીભૂતિને મારીને બળાત્કારે તેને ભોગવી એટલે વેગવતીએ ભવાંતરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org