SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ રામચંદ્રજી અને લક્ષ્મણના પૂર્વભવોનું વર્ણન ततश्च्युत्वा पद्मनामा बलदेवोऽष्टमोऽभवत् । रामोऽपराजिताकुक्षि-जातो' दशरथात्मजः || २६३ ॥ वृषभध्वजजीवस्तु सुग्रीवोऽभूत्कपीश्वरः । पूर्वं कृतोपकारत्वा- दत्यंतं पद्मवत्सलः ।। २६४ ॥ श्रीकांतोऽपि भवान् भ्रांत्वा मृणालकंदपत्तने । शंभुर्हेमवतीजातो नृपोऽभूद्वज्रकंबुभूः || २६५ ।। वसुदत्तस्य जीवो यः श्रीकांतमवधीत्पुरा । विजयस्य स पुत्रोऽभूच्छंभुराजपुरोधसः ।। २६६ ॥ रत्नचूडाकुक्षिजन्मा श्रीभूतिर्नामतः स च । क्रमेण प्राप्ततारुण्यः पितृभ्यां परिणायितः ।। २६७ ॥ गुणवत्यथानर्थमूलं भ्रांत्वा भवान् बहून् । पुरोधस्तनयस्यास्य श्रीभूतेरभवत्सुता ॥ २६८ ॥ सरस्वतीकुक्षिजाता नाम्ना वेगवतीति सा । क्रमेण ववृधे पद्म-लतिकेव सरोवरे ।। २६९ ।। उत्तारुण्यान्यदा सा च कायोत्सर्गस्थितं मुनिं । सुदर्शनं जनैः पूज्य-मानं वीक्ष्येदमभ्यधात् ।। २७० ॥ ત્યાંથી ચ્યવીને પદ્મ અથવા રામ નામે આઠમા બળદેવ દશરથ રાજા અને અપરાજિતા राशीना पुत्र थया २३. ૧૯૫ વૃષભધ્વજનો જીવ સુગ્રીવ નામે વાનરાધિપતિ થયો. તે પૂર્વે ઉપકાર કરનાર પદ્મ (રામચંદ્ર) ની સાથે અત્યંત વાત્સલ્યભાવ ધરાવવા લાગ્યો. ૨૬૪. શ્રીકાંતનો જીવ પણ ભવમાં ભમીને મૃણાલકંદ નગરેવજકંબુ રાજા અને હેમવતી રાણીનો પુત્ર શંભુ નામનો થયો. ૨૬૫. વસુદત્તનો જીવ કે જેણે પૂર્વે શ્રીકાંતને માર્યો હતો તે શંભુ રાજાના પુરોહિત વિજ્યની રત્નચુડા નામની પત્નીની કુક્ષિથી શ્રીભૂતિ નામે પુત્ર થયો. તે અનુક્રમે યૌવન પામ્યો એટલે તેના માતાપિતાએ तेने परायो २५-२७. Jain Education International બધા અનર્થનું મૂળ ગુણવતી બહુ ભવોમાં ભમીને આ પુરોહિતના પુત્ર શ્રીભૂતિની સ્ત્રી સરસ્વતીની કુક્ષિથી વેગવતી નામે પુત્રી થઈ. ૨૬૮. સરોવરમાં પદ્મલતા વધે તેમ એ વેગવતી અનુક્રમે વૃદ્ધિ પામી. ૨૬૯. તરૂણાવસ્થાને પામેલી તેણે એકદા કાર્યોત્સર્ગધ્યાને રહેલા સુદર્શન નામના મુનિને લોકોથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy