SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ नियुक्तैः पुरुषैस्तत्र पृष्टश्चोचे यथास्थितं । मया तुरगमारुह्य गच्छता गोकुले पुरा ।। २५५ ॥ वृषभस्य नमस्कारो ददे तदिह चित्रितं । केनापि दृश्यते भित्तौ विस्मितोऽहं तदीक्षणात् ॥ २५६ ॥ ततो नियुक्तपुरुषौ-विज्ञप्तौ वृषभध्वजः । पूर्वोपकारिणं पद्म-रुचिमेत्य नमोऽकरोत् ॥ २५७ ॥ राज्यं मम गृहाणेदं त्वं मे देवो गुरुः प्रभुः । इत्युक्त्वा तेन सौहार्द - मद्वैतमतनोदयं ।। २५८ ॥ तौ श्राद्धधर्ममाराध्यो- त्पन्नौ स्वर्गे द्वितीयके । ततः पद्मरुचिश्च्युत्वा मेरोरपरतोऽभवत् ।। २५९ ॥ नंदावर्त्तपुरे वैता-ढ्याद्री नंदीश्वरांगजः । नाम्ना च नयनानंदः कनकाभांतनूद्भावः ॥ २६० ॥ स राजादाय चारित्रं तुर्ये स्वर्गेऽभवत्सुरः । ततश्च्युत्वा क्षेमापुर्यां प्राग्विदेहेष्ववातरत् ।। २६१ ।। विपुलवाहनभूप - पद्मावत्योः सुतो नृपः । श्रीचंद्रनामा प्रव्रज्य ब्रह्मलोकेंद्रतां ययौ ॥ २६२ ॥ રાજપુત્રના રાખેલા પુરુષોએ તેને વિસ્મય પામેલા જોઈને કારણ પૂછ્યું એટલે તેણે યથાસ્થિત હકીકત કહી બતાવી કે-પૂર્વે ઘોડાપર બેસીને ગોકુળ જતાં મેં આ વૃષભને નમસ્કારમંત્ર સંભળાવ્યો હતો. તેનું ચિત્ર કોઈએ આ ભીંત ઉપર ચિતરેલું જણાય છે. તે જોવાથી હું આશ્ચર્ય પામ્યો.' ૨૫૫-૨૫૬. કાલલોક-સર્ગ ૩૩ નિયુક્ત પુરુષોએ તરત જ વૃષભધ્વજ પાસે જઈને આ વાત જણાવી એટલે તે તરત જ ત્યાં આવ્યો અને પૂર્વોપકારી પદ્મરુચિને નમસ્કાર કર્યો અને કહ્યું કે - ‘ આ મારું રાજ્ય તમે ગ્રહણ કરો, તમે જ મારા દેવ, ગુરુ તેમ જ પ્રભુ છો.’ આ પ્રમાણે કહીને તેણે અતુટ મૈત્રી કરી. ૨૫૭-૨૫૮. પછી તે બંને શ્રાવક ધર્મ આરાધીને બીજા દેવલોકમાં દેવ થયા. પદ્મરુચિ ત્યાંથી ચ્યવીને મેરૂપર્વતની પશ્ચિમ તરફનાં વૈતાઢય પર્વત ઉપર નંદાવર્તપુરમાં નંદીશ્વર અને કનકાભાનો પુત્ર નયનાનંદ નામે થયો. ૨૫૯-૨૬૦. Jain Education International તે રાજા થઈ ચારિત્ર લઈનો ચોથે સ્વર્ગે દેવ થયો. ત્યાંથી ચ્યવીને ક્ષેમાપુરીમાં પૂર્વમહાવિદેહમાં વિપુલવાહન રાજા અને પદ્માવતીનો પુત્ર શ્રીચંદ્રનામે થયો. તે દીક્ષા લઈને પાંચમા બ્રહ્મલોકમાં ઈંદ્ર થયો. ૨૬૧-૨૬૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy