________________
૧૯૧
છઠ્ઠા સાતમા વાસુદેવનું વર્ણન
प्रियमित्रोऽपि भार्यायां हृतायामाददे व्रतं । श्रीगंगागुरुपादांते काकंद्यां च गतोऽन्यदा ॥ २३३ ॥ निदानमकरोत्तत्र प्रियाहर्तुर्वधाय सः । मृत्वोत्पन्नो ब्रह्मलोके ततः पूर्णस्थितिश्च्युतः ॥ २३४ ।। लक्ष्मीवत्याः कुक्षिरलं महाशिवनृपात्मजः । पुरुषपुंडरीकाख्यो-ऽभवच्चक्रपुरे हरिः ॥ २३५ ॥ पंचषष्टिसहस्राब्द-जीव्यानंदबलानुजः । एकोनत्रिंशतं तुंग-श्चापान्ययमुदीरितः ॥ २३६ ॥ इति पुरुषपुंडरीकः । राजांगजोऽभूल्ललित-मित्रः स मापपर्षदि । राज्यायोग्योऽयमित्यूचे मंत्रिणा भूपतेः पुरः ॥ २३७ ॥ राज्ञोऽपमाने जातेऽथ भूपभूराददे व्रतं । सागरस्य गुरोः पार्श्वे मिथिलायां गतोऽन्यदा ॥ २३८ ॥ वधाय मंत्रिणस्तस्य निदानं चकृवानथ । सौधर्मे त्रिदशः सोऽभू-संपूर्णस्थितिकस्ततः ॥ २३९ ॥
કર્યું. ૨૩૩.
અન્યદા કાકંદીનગરીએ ગયા. ત્યાં પોતાની પ્રિયાનું હરણ કરનારના મારનાર થવાનું નિયાણું કર્યું. મરણ પામીને પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી સ્થિતિ પૂર્ણ થયે ચ્યવીને ચક્રપુર નામના નગરમાં મહાશિવ રાજા અને લક્ષ્મીવતી રાણીની કુક્ષિથી રત્નસમાન પુરુષપુંડરીક નામના છઠ્ઠા વાસુદેવ થયા. ૨૩૪-૨૩પ.
તેઓ ૬૫ હજાર વર્ષના આયુવાળા, ૨૦ ધનુષ્યના શરીરવાળા અને આનંદ નામના બળદેવના નાનાભાઈ હતા. ૨૩૬. ઈતિ પુરુષપુંડરીકઃ ૬
લલિતમિત્ર નામનાં રાજપુત્રને માટે મંત્રીએ રાજસભામાં “આ રાજ્યને અયોગ્ય છે.” એમ રાજાને કહ્યું. ૨૩૭.
રાજા તરફથી અપમાન થવાથી તે રાજપુત્રે સાગર ગુરુની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. એકદા તે મિથિલાનગરીએ ગયા. ૨૩૮.
ત્યાં મંત્રીને મારનાર થવાનું નિયાણું કર્યું. મરણ પામીને પહેલા સૌધર્મ દેવલોકમાં દેવ થયાં. ત્યાંથી પૂર્ણસ્થિતિએ અવીને વારાણસીનગરીમાં અગ્નિસિંહ રાજા અને શેષવતી રાણીના પુત્ર દત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org