________________
૧૮૯
બીજા ત્રીજા વાસુદેવનું વર્ણન
स च सप्ततिचापोचो द्विपृष्ठ इति नामतः । द्वासप्तत्यब्दलक्षायु-विजयाख्यबलानुजः ।। २१९ ।। इति द्विपृष्ठः ॥ धनदत्तनृपो द्यूते बलिभूपेन निर्जितः । सुदर्शनगुरोः पार्वे प्रव्रज्यां प्रतिपन्नवान् ॥ २२० ॥ स च तीव्र तपः कुर्वन् श्रावस्त्यां विहरन् गतः । संस्मृतप्राक्तनद्वेषी तत्र क्रोधवशंवदः ॥ २२१ ॥ बलिभूपवधाय स्या-मिति कृत्वा निदानकं । उत्पन्नो लांतके कल्पे ततश्च्युत्वा स्थितिक्षये ॥ २२२ ॥ रुद्रो राजा द्वारवत्यां पृथिवी स्त्री तयोः सुतः । स्वयंभूर्वासुदेवोऽभू-तृतीयो भूरिविक्रमः ॥ २२३ ॥ स षष्टिवर्षलक्षायुः षष्टिचापसमुच्छ्रितः । अनुजो भद्रसंज्ञस्य बलदेवस्य कीर्तितः ।। २२४ ।। इति स्वयंभूः । समुद्रदत्तः प्राव्राजीत् हृतायां निजयोषिति । श्रेयांसगुरुपादांते प्रव्रज्योग्रं तपोऽतनोत् ।। २२५ ॥
તેમનું નામ દ્વિપૃષ્ઠ પાડવામાં આવ્યું. તેનું શરીર ૭૦ ધનુષ્યનું અને આયુષ્ય ૭૨ લાખ વર્ષનું હતું. તેઓ વિજ્ય નામના બળદેવના નાના ભાઈ થયા. ૨૧૯. ઈતિ દ્વિપૃષ્ઠઃ ૨
ધનદત્ત રાજાને ચૂતમાં બલિરાજાએ જીત્યો તેથી તેણે સુદર્શન ગુરુની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૨૨૦.
તીવ્ર તપને કરતા તેઓ વિહાર કરતાં શ્રાવસ્તિનગરીમાં ગયા. ત્યાં પૂર્વના દ્વેષી બલિરાજાને જોઈને કોધવશ થયા. ૨૨૧.
તેથી નિયાણું કર્યું કે “મારા તપના પ્રભાવથી હું બલિરાજાને મારનાર થાઉં.” પછી મરણ પામીને છઠ્ઠા લાંતક દેવલોકમાં ગયા. ત્યાંથી સ્થિતિક્ષય થયે આવીને દ્વારાવતીમાં રુદ્રરાજા અને પૃથ્વીરાણીનાં પુત્ર સ્વયંભૂ નામના ત્રીજા વાસુદેવ અત્યંત પરાક્રમવાળા થયા. ૨૨૨-૨૨૩.
તે સાઈઠ લાખ વર્ષના આયુવાળા અને ૬૦ ધનુષ્યના શરીરવાળા હતા તેમ જ ભદ્ર નામના બળદેવના નાના ભાઈ હતા. ૨૨૪. ઈતિ સ્વયંભૂ ૩
સમુદ્રદત્તે પોતાની સ્ત્રીનું હરણ થવાથી શ્રેયાંસ ગુરુપાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી અને ઉગ્ર તપ કર્યું. ૨૨૫.
શ્રાવસ્તિનગરીમાં તેણે પોતાની સ્ત્રીના હરણ કરનારને મારનાર થવાનું નિયાણું કર્યું. મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org