________________
૧૮s
કાલલોક-સર્ગ ૩૨
vvvvvvvvv
नवानां वासुदेवानां नवामी प्रतिविष्णवः । वासुदेवकरात्तस्व-चक्रेण प्राप्तमृत्यवः ।। १९७ ॥ अथ पूर्वभवाद्येषां वच्मि किंचित् श्रुतोदधेः । નીવો વીરાઈિતો રાન-પૃદે યઃ પોડશે પવે || ૧૧૮ || कोट्यब्दायुर्विश्वभूति-युवराजात्मजोऽभवत् । वनेऽतिनंदने सोगा-द्वसंते रंतुमन्यदा ॥ १९९ ।। विशाखनंदिना नुन्नो वने तत्र रिरंसुना । વિશ્વવનંતી નરેદ્રસ્ત-વિડ્રવ્ય: સ્વયજૂના | ર૦૦ || सामंतविजयव्याजा-द्विश्वभूतिं ततो वनात् । નિઃસારયામાસ શ્ર: તોગથયુ તતઃ | ૨૦ || विधेयं तं च वीक्ष्याशु तस्मिन् व्रजति तद्वनं । विशाखनंदी प्रविष्ट-स्तत्रोचे सप्रियो भटैः ॥ २०२ ॥ दंभोऽयं मत्पितृव्येण मां निस्सारयितुं वनात् । सुतं च तत्रासयितुं कृत इत्युच्चुकोप सः ॥ २०३ ।।
મગધેશ્વર (જરાસંઘ) આ નવ વાસુદેવના શત્રુ નવ પ્રતિવાસુદેવ અનુમાને જાણવા. તે વાસુદેવના હાથમાં ગયેલા પોતાના સુદર્શનચક્રથી જ મૃત્યુ પામે છે. ૧૯૬-૧૯૯૭.
હવે તેના પૂર્વભવ વિગેરે કાંઈક શ્રુતસમુદ્રથી જાણીને કહું છું. -
પહેલા વાસુદેવ વીરપ્રભુના જીવ, સોળમે ભવે રાજગૃહમાં વિશ્વભૂતિ નામે યુવરાજના પુત્ર તરીકે એક કરોડ વર્ષના આયુષ્યવાળા થયા હતા. તે એક વખત વસંત ઋતુમાં, નંદનવનથી પણ મનોહર એવા વનમાં કીડા કરવા ગયા હતા. ૧૯૮-૧૯૯.
તેને તેના કાકા વિશ્વનંદીએ તે વનમાં કીડા કરવા ઈચ્છતા એવા પોતાના પુત્ર વિશાખાનંદીની પ્રેરણાથી સામંત રાજાને જીતવા જવાના બહાને તે વનમાંથી બહાર કાઢ્યો. ત્યારે શૂરવીર એવો તે પણ સામંતને જીતવા તેના નગરે ગયો. ૨૦૦-૨૦૧.
તે ત્યાં તેને આજ્ઞાવર્તી જોઈ પોતાને નગરે આવી ઉતાવળે તે વનમાં જવા લાગ્યો. એટલે ત્યાં ઉભેલા સુભટોએ તે વનમાં વિશાખાનંદી પોતાની પ્રિયા સહિત ગયેલ છે (તેથી તમારાથી જવાશે નહીં.) એમ કહ્યું. ૨૦૨.
તે સાંભળી વિશ્વભૂતિએ વિચાર્યું કે - મારા કાકાએ આ વનમાંથી મને કાઢવા માટે અને પોતાના પુત્રને દાખલ કરવા માટે આ દંભ કર્યો છે. આમ વિચારીને તે અતિ કોપાયમાન થયો. ૨૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org