SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩. ભરવાડે બ્રહ્મદત્તને અંધ કર્યો स. कुड्यांतरितश्चक्रवर्तिपापैरिबेरितः । लघुहस्तस्तथाकार्षीत् पार्श्वस्थेषु सुरेष्वपि ॥ १७६ ॥ जुष्टः सुरसहस्राभ्या-मंसस्थाभ्यां नृनिर्जरः । पामरेणांधलीचक्रे क्षीणे पुण्ये वृथा बलं ॥ १७७ ॥ तथोक्तं-प्रतिकूलतामुपगते हि विधौ, विफलत्वमेति बहुसाधनता । अवलंबनाय दिनभर्तुरभू-न पतिष्यतः करसहस्रमपि ॥ १७८ ॥ ततश्च-धृतो नश्यन्नजापाल-श्चक्रियोधैरुदायुधैः । अदर्शयत्ताड्यमानो विप्रं तत्र प्रयोजकं ॥ १७९ ॥ कुद्धेन चक्रिणाघाति स विप्रः सान्वयस्तथा । पुरोहितादयोऽन्येऽपि मूलादुन्मूलिता द्विजाः ॥ १८० ॥ तथाप्यशांतकोपेन मंत्रीत्यूचेऽथ चक्रिणा । ढौकय स्थालमेकैकं नित्यं विप्राक्षिभिर्भूतं ॥ १८१ ॥ श्लेष्मातकफलैः पूर्णं सोऽपि पात्रमढौकयत् । - स्पृशन् विप्राक्षिबुद्ध्या त-न्मुमुदेंतर्दुराशयः ॥ १८२ ॥ તે ભરવાડે ચક્રવર્તીની પાસે દેવોની હાજરી હોવા છતાં ભીંતની ઓથે રહીને ચક્રવર્તીના પાપે જ જાણે તેને પ્રેરણા કરી હોય, તેમ લઘુલાઘવી કળાવડે તે પ્રમાણે કર્યું અથાત્ ચકીના બંને નેત્ર ફોડી નાંખ્યા. ૧૭૬. ખંભાપર રહેલા બે હજાર દેવતાઓથી સેવાતા એવા (ચકી) ને પામર એવા ભરવાડે અંધ કર્યો, માટે ‘પૂણ્ય ક્ષીણ થયા બાદ બળ નકામું છે.' ૧૭૭. કહ્યું છે કે વિધાતા પ્રતિકૂળ થવાથી ઘણું સાધન પણ નિષ્ફળ થાય છે. જુઓ ! સૂર્યને નીચે પડતી વખતે કરસહસ્ત્ર-હજાર હાથ (કિરણ) પણ આધારભૂત થતાં નથી.’ ૧૭૮. પછી ભાગતા એવા ભરવાડને ઊંચા કરેલા આયુધોવાળા ચક્રીના યોદ્ધાઓએ પકડયો તેને પીંટતા તેને આ કાર્યના પ્રેરક વિપ્રને બતાવી દીધો. ૧૭૯. ક્રોધાયમાન થયેલા ચક્રીએ તે વિપ્રને સહકુટુંબ મારી નંખાવ્યો અને પુરોહિતાદિ બીજા દ્વિજોને પણ મૂળથી ઉખેડી નાંખ્યા. ૧૮૦. તેમ કરતાં પણ કોપ શાંત ન થવાથી ચક્રીએ મંત્રીને કહ્યું કે – ‘તમારે દરરોજ બ્રાહ્મણોની આંખો કઢાવીને તેનો ભરેલો એક થાળ મારી પાસે મૂકવો. ૧૮૧. મંત્રી શ્લેષ્માતકના ફળ (ચીકણા ગુંદા) વડે થાળ ભરીને દરરોજ તેમની પાસે મૂકવા લાગ્યો. તેમાં બ્રાહ્મણોની આંખો છે એવી બુદ્ધિથી તે ફળોને ચોળતો દુષ્ટ આશયવાળો રાજા આનંદ પામવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy