SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ કાલલોક-સર્ગ ૩૩ सोऽयाचिष्ट मुदा चक्रि-भोज्यं कल्याणनामकं । नेदं ते जीर्यतीत्युक्ते कृपणोऽसीत्यवक् स तं ॥ १६९ ॥ सकुटुंबं द्विजं चक्री स्वं भोजनमभोजयत् । ततः सर्वं स्मरोन्मत्तं तत्कुटुंबमभूनिशि ॥ १७० ॥ मातृपुत्रसुतावप्तृ-स्नुषाश्वशुरभेदमुक् ।। तत्कुटुंबं निशां सर्वा-मप्रवर्तत मैथुने ॥ १७१ ॥ ततस्त्रपातुरस्त्यक्त्वा कुटुंबं निर्ययौ बहिः । विप्रोऽजानन् निजं दोषं चक्रिणि द्वेषमुद्वहन् ॥ १७२ ॥ कंचित्काणीकृताश्वत्थ-पत्रं कर्करिकाकणैः । ऐक्षत क्वाप्यजापालं सूक्ष्मवेधकृतश्रमं ॥ १७३ ॥ चक्रिणं शिक्षयाम्यद्य मत्कुटुंबविडंबिनं । ध्यात्वेति तं वशीचक्रे स द्रव्यैर्दक्षिणागतैः ।। १७४ ॥ धृतच्छत्रो गजारूढो योऽयमेति चमूवृतः । विनाशयेदृशौ तस्य द्रुतं कर्कशककरैः ॥ १७५ ।। પૂર્વના પરિચયવાળો બીજો કોઈ વિપ્ર ચક્રી પાસે આવ્યો. ૧૬૮. તેણે પ્રેમથી ચક્રવર્તીના કલ્યાણ ભોજનની યાચના કરી. ચક્રીએ કહ્યું કે તે તેને પચશે નહીં.” એટલે વિપ્ર બોલ્યો કે “તમે કૃપણ છો.” ૧૬૯. ચક્રીએ સહકુટુંબ તે વિપ્રને પોતાનું ભોજન જમાડયું, તેથી તેનું આખું કુટુંબ રાત્રે કામોન્મત્ત થયું. ૧૭૦. એટલે માતા-પુત્ર, પુત્રી-પિતા, પુત્રવધૂ સાસરો વિગેરેના ભેદ વિના તેનું કુટુંબ આખી રાત્રી મૈથુનક્રિયામાં પ્રવત્યું. ૧૭૧. આમ થવાથી પેલો વિપ્ર વજ્જાતુર થઈ પોતાના કુટુંબને તજી દઈને પોતાના દોષ ન જાણતો અને ચક્રીપર દ્વેષને વહન કરતો ત્યાંથી બહાર ગામ નીકળી ગયો. ૧૭૨. તેણે માર્ગે જતાં સૂક્ષ્મવેધ કરવામાં જેણે પ્રયાસ કરેલો છે એવા અને કાંકરાવડે પીપળાના પાનને વિંધતા એવા એક ભરવાડને જોયો. ૧૭૩. તેને જોઈને મારા કુટુંબને વિડંબના પમાડનાર ચક્રીને બરાબર શિક્ષા આપું.” એમ વિચારીને તે વિપ્રે દક્ષિણામાં મળેલા દ્રવ્યવડે તે ભરવાડને વશ કર્યો. ૧૭૪. પછી તેને સમજાવ્યું કે હાથી ઉપર ચઢેલો, માથે છત્ર ધરાવેલો અને તેનાથી પરિવરેલ જે આ આવે છે. તેના બે નેત્રને કર્કશ એવા કાંકરાવડે તું ફોડી નાંખ.” ૧૭૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy