________________
બ્રહ્મદત્તને ચક્રરત્નની પ્રાપ્તિ :
૧૮૧ रुद्धेऽभितः पुरे तस्मिन् दीर्घोऽपि निरगाद्वहिः । तयोः प्रववृते युद्धं रामरावणयोरिव ॥ १६१ ॥ अयुध्यतामथ ब्रह्म-दत्तदी? परस्परं । शस्त्रच्छलेन रोषाग्निं क्षिपंती चिरसंचितं ॥ १६२ ॥ खिन्नस्य ब्रह्मदत्तस्य दुर्जये बलवत्यरौ । अलंचक्रे करं चक्र रलं पुण्यमिवागंभृत् ॥ १६३ ॥ दत्तायां दीर्घनिद्रायां तेन दीर्घस्य दृप्यतः । चक्रिन् जयजयेत्यस्मिन् पुष्पाणि ववृषुः सुराः ।। १६४ ॥ साधयित्वाथ षट्खंडां पृथिवीं प्रौढशासनः । निदानोपार्जितांश्चक्री भोगान् भुंक्ते स्म गृद्धिभाक् ॥ १६५ ॥ मां प्राप्तराज्यमाकर्ण्य तर्ण मित्रापतेरिति । दुर्दशासु सहायं यं चक्री स्माह द्विजं पुरा ।। १६६ ॥ स चक्रिणमुपेयाय दीयमाने च वांछिते । ऐच्छत् पत्नीधिया भोज्यं प्रतिगेहं सदक्षिणं ॥ १६७ ॥ आरभ्य स्वगृहाच्चक्री ददौ तस्मै तदीहितं ।
अन्यदा प्राक्संस्तुतोऽन्य-स्तं विप्रः कोऽप्युपागमत् ॥ १६८ ॥ તેણે ચારે તરફથી સૈન્યવડે નગરને વીંટી લીધું એટલે દીર્ઘરાજા પણ નગરીની બહાર નીકળ્યો. પછી તે બંનેનું-બ્રહ્મદત્ત અને દીર્ઘરાજાનું યુદ્ધ રામ-રાવણની જેવું પ્રવત્યું. ૧૬૧.
બ્રહ્મદત્ત અને દીર્ઘ શત્રને બહાને ચિરકાળના એકત્ર કરેલા રોષાગ્નિને ફેંકતા પરસ્પર લડવા લાગ્યા. ૧૬૨.
એવી રીતે બળવંત અને દુર્જય શત્રુની સાથે લડતાં બ્રહ્મદત્ત ખિન્ન થયો. એટલામાં અંગધારી પુણ્ય જેવા ચક્રરત્ન આવીને તેના હાથને શોભાવ્યો. ૧૬૩.
તરત જ તે ચક્રવડે બ્રહ્મદત્તે દીર્ઘરાજાને મારી નાંખ્યો. તે વખતે હે ચક! જયવંતા વત, તમારો જય થાઓ’ એમ બોલતા દેવોએ તેમના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. ૧૬૪.
પછી પખંડ પૃથ્વીને સાધીને પ્રૌઢ શાસનવાળો બ્રહ્મદત્ત નિયાણાવડે ઉપાર્જન કરેલા ભોગોને, તેમાં અત્યંત આસક્ત થઈને ભોગવવા લાગ્યો. ૧૬૫.
બ્રહ્મદત્તને પૂર્વે દુર્દશાના વખતમાં એક દ્વિજે સહાય કરેલી તેણે કહેલું કે હે મિત્ર ! મને રાજ્ય પ્રાપ્ત થયાનું સાંભળે એટલે તું તરત જ મારી પાસે આવજે તેથી તે દ્વિજ ચકી પાસે આવ્યો. તેને જે ઇચ્છે તે આપવાનું ચકીએ કહ્યું એટલે તેણે પત્નિની બુદ્ધિ (સલાહ) પ્રમાણે આખા ભરતક્ષેત્રમાં પ્રત્યેક ગૃહે ભોજન અને દક્ષિણા મળે એમ માગ્યું. ૧૬૬-૧૬૭.
ચકીએ તેના માગવા પ્રમાણે પોતાના ઘરથી જ શરૂઆત કરીને પ્રથમ ભોજન આપ્યું. અન્યદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org