________________
૧૭૯
બ્રહ્મદત્તને હણવા ચુલનીનો પ્રયાસ
धीमानन) मा कार्षी-त्पतितोऽयमितो बहिः । इत्यूचे मंत्रिणं दी? दंभकोमलया गिरा ॥ १४७ ॥ त्वयैव त्वत्प्रभो राज्यं सनाथं साक्षिणो वयं । तत्तपस्व तपोऽत्रैव स्वैरं सुरसरित्तटे ॥ १४८ ॥ ततः स्वर्गापगातीरे सत्रागारे स तस्थिवान् । पुरांतः पुरवात्तां च विदन् सर्वां सुतोदितां ॥ १४९ ॥ कन्यका पुष्पचूलस्य ब्रह्मदत्तकृतेऽर्थिता । चुलनीदीर्घराजाभ्यां जिघांसुभ्यां छलेन तं ॥ १५० ॥ सुतं हंतुं जतुगृहं चुलनीदीर्घकारितं । ज्ञात्वा सुरंगां द्विक्रोशां धनुश्छन्नामकारयत् ॥ १५१ ।। तत्सर्वं पुष्पचूलस्य धनुना ज्ञापितं रहः । તતઃ સોડપિ સુતાસ્થાને તાલીમખેષયાં 9૧ર जातेऽथ सुतवीवाहे सुतं प्रैषीस्नुषान्वितं । जातुषे वासभवने चुलनी कुलनीलिका ।। १५३ ॥
રહેવા જાઉં છું અને મારો પુત્ર તમારી સેવા કરશે.' ૧૪૬.
તે સાંભળીને “ આ મંત્રી અહીંથી બહાર જશે તો અનર્થ કરશે’ એમ ધારીને દીર્ઘરાજાએ દંભથી કોમળ એવી વાણીથી મંત્રીને કહ્યું કે 'તમારાવડે જ તમારા સ્વામીનું આ રાજ્ય સનાથ છે. અમે તો સાક્ષીરૂપ છીએ, તેથી તમે અહીં જ ગંગા નદીને કિનારે નિવાસ કરીને સ્વેચ્છાપૂર્વક તપ તપો.” ૧૪૩-૧૪૮.
આમ કહેવાથી તે ગંગા નદીને કિનારે દાનશાળામાં રહ્યો અને તેના પુત્ર દ્વારા નગરની ને અંતઃપુરની સર્વ વાતો જાણવા લાગ્યો. ૧૪૯.
કોઈ પણ પ્રકારનો છળ કરીને બ્રહ્મદતને મારી નાંખવાને ઈચ્છતા એવા ચુલની અને દીર્ઘરાજાએ, બ્રહ્મદત્તને માટે પુષ્પચૂલ રાજાની પુત્રીની માગણી કરી. તેણે તે માગણી સ્વીકારી. ૧પ૦.
પછી બ્રહ્મદત્તને હણવા માટે ચુલની અને દીર્ઘરાજાએ લાખનું એક ઘર તેને શયન કરવા માટે બનાવડાવ્યું. એ વાત જાણીને ધનુમંત્રીએ તે લાખના ઘરથી બે ગાઉ સુધી છુપી રીતે સુરંગ કરાવી. ૧૫૧.
પછી એ વાત ધનુમંત્રીએ પુષ્પચૂલ રાજાને જણાવી એટલે તેણે પણ પુત્રીને બદલે એક સુંદર દાસીને મોકલી. ૧૫૨.
પછી પુત્રનો વિવાહ થયા બાદ પુત્રવધૂ સહિત પુત્રને તે લાખના ઘરમાં કુળને કાળું કરનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org