________________
૧૭૫
હરિષેણચક્રિનું વર્ણન
कालांतरे महापद्मश्चक्रवर्त्यपि चिंतयन् । संसारासारतां दीक्षां कक्षीकृत्य ययौ शिवं ॥ ११८ ॥ त्रिंशदब्दसहस्रायु-स्तुंगश्चापानि विंशतिं । नवमोऽनवमश्चक्री महापद्मोऽयमीरितः ॥ ११९ ॥ इति महापद्मः । महाहरिरभूद्राजा कांपील्यपुरभूपतिः । तस्य मेराभिधा भार्या हरिषेणः सुतस्तयोः ॥ १२० ॥ साधिताशेषषट्खंडो दशमश्चक्रवर्त्यसौ । कदाचिच्चिंतयामास चतुरश्चतुरोचितं ।। १२१ ॥ मया समृद्धिलब्धेयं प्राग्भवाचरितैः शुभैः ॥ ततोऽमुत्र हितं कुर्वे भविष्यद्भद्रसिद्धये ॥ १२२ ।। कक्षीकृत्य ततो दीक्षां तपः कृत्वा च दुष्करं । अवाप्य केवलज्ञानं स लेभे शाश्वतं सुखं ॥ १२३ ॥ दशवर्षसहस्रायुः स्वर्णकांतिर्महामतिः । ઢોવંડાન્યુબ્રુિતઃ પં-૯શાલી કીર્તિતઃ કૃતે ૧૨૪ || રૂતિ હરિ: ||
પછી તે અતિચારને આલોચી પ્રતિક્રમીને વિષ્ણુકુમાર મુનિ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. ૧૧૭.
કાળાંતરે મહાપદ્મ ચક્રવર્તી પણ સંસારની અસારતા ચિંતવીને દીક્ષા અંગીકાર કરી મોક્ષે ગયા. ૧૧૮.
તેમનું આયુષ્ય ત્રીસ હજાર વર્ષનું અને શરીર વીશ ધનુષ્યનું હતું. આ પ્રમાણે શ્રેષ્ઠ એવા ચક્રી મહાપદ્મનું ચરિત્ર અમે કહ્યું. ૧૧૯. ઇતિ મહાપદ્મ : ૯
કાંડિલ્યપુર નગરમાં મહાહરિ નામે રાજા હતા. તેને મેરા નામે ભાયી હતી. તેનો પુત્ર હરિફેણ નામે થયો. ૧૨૦.
સમસ્ત છ ખંડ સાધીને તે દશમા ચકી થયા. એકદા ચતુર એવા તેમણે ચતુર પુરુષને યોગ્ય વિચારણા કરી કે મેં પૂર્વભવમાં આચરેલા શુભકાર્યવડે આ ત્રદ્ધિ મળેલ છે. તો હવે આગામી ભવનું હિત કરું કે જેથી ભવિષ્યકાળમાં મોક્ષની સિદ્ધિ થાય.” ૧૨૧-૧૨૨.
આમ વિચારી દીક્ષા અંગીકાર કરીને દુષ્કર તપ તપી કેવળજ્ઞાન પામી તેણે શાશ્વત સુખ મેળવ્યું. ૧૨૩.
તે મહામતિનું દશ હજાર વર્ષનું આયુ હતું, સ્વર્ણસમાન દેહકાંતિ હતી અને પંદર ધનુષ્ય પ્રમાણ શરીર હતું. એ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે. ૧૨૪. ઇતિ હરિણઃ ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org