SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ કાલલોક-સર્ગ ૩૩ ततो लब्धिमतैकेन साधुना विष्णुमाह्वयन् । सूरयो वत्सरशतान् षष्टिं तीव्रतपोजुषं ॥ ११२ ॥ ततो विष्णुकुमारेण बोधितोऽपि कदाग्रही । પત્રમાં સ્થાને યાવિતસ્તલી ધાં 99રૂ | त्रिपद्याः परतस्तिष्ठन् शीर्षच्छेद्यो भवत्विति । તેનોવતે વૃધિત વિષ્ણુ-ર્વિવ વૈાિં વપુ: || 99૪ | द्वाभ्यामाक्रम्य पादाभ्यां प्राक्प्रत्यग्वार्धिवेदिके । नमुचेरमुचन्मूर्ध्नि तृतीयं चरणं ततः ॥ ११५ ॥ इत्युपदेशमालाकर्णिकाद्यभिप्रायः, त्रिषष्टीयपद्मचरित्रोत्तराध्ययनवृत्त्याद्यभिप्रायस्त्वेवं -अपातयत्पातकिनं नमुचिं भूतले ततः । एत्य ज्ञातस्वरूपेण महापद्मन चक्रिणा । क्षमितः शमितो देवां-गनाभिः शमगीतिभिः ॥ ११६ ॥ નતઃ સ્તુતો નનૈઃ સર્વે પ્રશશામ મહાશયઃ | आलोचितातिचारोऽसौ केवलं प्राप्य निर्वृतः ॥ ११७ ॥ આ પ્રમાણે તેનો હુકમ થતાં, આચાર્યો લબ્ધિવાળા એક મુનિદ્વારા છ હજાર વર્ષથી તીવ્ર તપ કરતા વિષ્ણુકુમારને (મેરૂપર્વતની ચૂલિકાપરથી) બોલાવ્યા. ૧૧૨. તેણે જઈને બધી હકીકત કહી એટલે તેણે ગુરુ પાસે આવીને બધી વાત સાંભળી. પછી તે નમુચિ પાસે ગયા. વિષ્ણુકુમારે બહુ રીતે સમજાવ્યા છતાં તે કદાગ્રહી નમુચિ સમજ્યો નહીં. છેવટે તેમણે ત્રણ પગલા જમીન માગતાં નમુચિએ ક્રોધાયમાન થઈને આપી અને કહ્યું કે – ‘ત્રણ પગલાંથી બહાર રહેશો તો શિરચ્છેદ કરવામાં આવશે.” આમ કહેવાથી ક્રોધાયમાન થયેલા વિષ્ણુકુમાર મુનિએ વૈક્રિય શરીર વિસ્તાર્યું.” ૧૧૩-૧૧૪. અને તેના બે પગવડે પૂર્વને પશ્ચિમ લવણસમુદ્રની વેદિકાનું આક્રમણ કરીને તેની જગતી ઉપર બે પગ મૂકીને ત્રીજો પગ નમુચિના મસ્તક પર મૂક્યો. ૧૧૫. આ પ્રમાણે ઉપદેશમાળાકર્ણિકા વિગેરેનો અભિપ્રાય છે. ત્રિષષ્ટીયપદ્મચરિત્રનો ને ઉત્તરાધ્યયનવૃત્તિનો અભિપ્રાય તો એવો છે કે “મહાપાપી એવા નમુચિને પૃથ્વીપર પાડી દીધો. તે વખતે આ હકીકત જાણવાથી તરત જ મહાપદ્મ ચક્રીએ ત્યાં આવીને વિષ્ણુકુમારને ખમાવ્યા અને દેવાંગનાઓએ શાંતિમય સંગીત કરવાવડે શાંત કર્યા.” ૧૧૬. ત્યારપછી સર્વ લોકોએ આવીને નમસ્કાર કર્યા અને સ્તવ્યા એટલે તે મહાશય શાંત થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy