SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ્ણુકુમાર મુનિએ નમુચિને બતાવેલો ચમત્કાર ૧૭૩ चकार भारती भूमिं जिनचैत्यैरलंकृतां । પર:શર્તઃ પુરગ્રા-કુશવનારિપુ || ૧૦ || तस्थिवत्सु चतुर्मासी हस्तिनाख्यपुरेऽन्यदा । सुव्रतर्षिषु दुष्टात्मा नमुचिर्जेनसाधुषु ॥ १०६ ॥ महापद्मादयाचिष्ट प्रभोासीकृतं वरं । सोऽपि तेनार्थितं राज्यं ददौ यज्ञोत्सवावधि ॥ १०७ ॥ युग्मम् ॥ अथैनं पार्थिवं नव्यं सर्वे सेवितुमैयरुः । पाखंडिनो विना जैन-मुनीन् छिद्रं तदेव च ॥ १०८ ॥ पुरस्कृत्याब्रवीत्सोऽपि साधूनाहूय संसदि । જો પૂર્વે તોમર્યાતા-પિ વિસ્થ ન વિં નડઃ? | ૧૦૧ / યુમન્ . यन्नंतुं नागता नव्य-नृपं तदथ गच्छत । दूरं विहाय मद्देशं न चेन्निग्रहमाप्स्यथ ।। ११० ॥ बोधितोऽप्यवदहृष्टः स चेत्सप्तदिनोपरि । यः कोऽप भवतामत्र स्थाता हंतव्य एव सः ॥ १११ ।। ચકીપણાનો અભિષેક કર્યો. પછી માતાને હર્ષ પમાડવા માટે ઘણા ઉત્સવપૂર્વક તેમનો કરાવેલો જેનરથ આખા નગરમાં ફેરવાવ્યો. ૧૦૪. તેમ જ પુર, ગ્રામ, દુર્ગ, પર્વત અને વન વિગેરે સર્વ ઠેકાણે સેંકડો જૈનચેત્યો કરાવીને તે વડે તેણે સમગ્ર ભરતખંડની પૃથ્વી સુશોભિત કરી. ૧૦૫. એકદા સુવ્રતાચાર્ય હસ્તિનાપુરમાં આવીને ચાતુર્માસ રહ્યા. તે વખતે જૈન સાધુપ્રત્યે પરમષી દુષ્ટાત્મા નમુચિએ મહાપદ્મપાસે થાપણરૂપ રાખેલો વર માગ્યો. મહાપ પણ તેનો યજ્ઞ ચાલતા સુધી (૭-૮ દિવસ) તેણે પ્રાર્થના કર્યા પ્રમાણે રાજ્ય સોંપ્યું. ૧૦૬-૧૦૭. આ નવા રાજાની સર્વે સેવા કરવા આવ્યા, સર્વે પાખંડીઓ તેની પાસે આવી ગયા, માત્ર જૈન મુનિ ન આવ્યા. તે છિદ્ર પામીને તે વાતને આગળ કરી જૈનસાધુને સભામાં બોલાવી તેણે કહ્યું કે - “હે મૂખ ! શું તમે લોકમયદિા પણ જાણતા નથી ? ૧૦૮-૧૦૯. કેમકે નવા રાજાને પ્રણામ કરવા માટે પણ તમે આવ્યા નથી. તો હવે તમે મારો દેશ મૂકીને દૂર ચાલ્યા જાઓ, નહીં તો હું તમારો નિગ્રહ કરીશ.” ૧૧૦. તેને ઘણી રીતે સમજાવ્યા છતાં તે દુષ્ટ બોલ્યો કે “સાત દિવસ પછી જો તમારામાંથી કોઈ પણ અહીં મારા રાજ્યમાં રહેશે તો તેને મારી નાંખવામાં આવશે.' ૧૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy