________________
૧૭૨
કાલલોક-સર્ગ ૩૩
अहो ममापि न मनाग् पित्रा दाक्षिण्यमीक्षितं । इति देशांतरं द्रष्टुं स मानी निरगात्ततः ॥ ९७ ॥ यदि राज्यमहं लप्स्ये तदा मातुर्मनोरथं । पूरयिष्यामि निर्माय मामर्हच्चैत्यमंडितां ॥ ९८ ॥ ध्यायनिति भुवि भ्राम्यन् स लेभे विविधाः श्रियाः । निधानानि नव प्राप रत्नानि च चतुर्दश ॥ ९९ ॥ साधयित्वा च षट्खंड-राज्यं प्राज्यपराक्रमः । हस्तिनापुरमागत्य स ननाम पितुः पदौ ।। १०० ।। स्त्रीरलं चास्य मदना-वली नागवतीभवा । जनमेजयराजस्य सुता चंपापतेरभूत् ॥ १०१ ।। सुव्रतस्वामिशिष्यस्य सुव्रतस्यांतिके मुनेः । पद्मोत्तरश्च विष्णुश्च वैराग्यरसवासितौ ॥ १०२ ।। व्रतं जगृहतुः पद्मो-त्तरस्तत्र ययौ शिवं । विष्णुश्चोत्पन्नविविध-लब्धिर्विहृतवान् भुवि ॥ १०३ ।। महापद्मोऽभिषिक्तोऽथ चक्रित्वेऽशेषपार्थिवैः । मातुमुदे रथं जैनं पुरेऽभ्रमयदुत्सवैः ॥ १०४ ।।
અહો ! મારા પિતાએ મારું કાંઈ પણ દાક્ષિણ્ય સાચવ્યું નહીં.' એમ વિચારીને માની એવો મહાપહ્મ, દેશાંતર જોવાની ઈચ્છાથી ત્યાંથી નીકળી ગયો. ૯૭.
અને વિચાર્યું કે – “જો હું રાજ્ય પામીશ તો પ્રથમ માતાનો મનોરથ પૂર્ણ કરીશ અને આ પૃથ્વી જિનચૈત્યોવડે મંડિત કરીશ, અર્થાત્ સંખ્યાબંધ જિન ચેત્યો કરાવીશ.” ૯૮.
આ પ્રમાણે વિચારીને પૃથ્વીપર ભમતો તે વિવિધ પ્રકારની સંપદા પામ્યો. નવ નિધાન પામ્યો અને ચૌદ રત્નો મેળવ્યા. ૯૯.
પછી અત્યંત પરાક્રમવાળા તેણે છ ખંડ સાધ્યા-બધા રાજાઓને વશ કર્યા અને પછી હસ્તિનાપુર આવી પિતાના ચરણમાં નમસ્કાર કર્યો. ૧૦૦.
ચંપાપતિ જનમેજ્ય રાજા અને નાગમતીની પુત્રી મદનાવલી તેનું સ્ત્રીરત્ન થયું. ૧૦૧.
અન્યદા મુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવ્રતાચાર્યની પાસે વૈરાગ્ય રંગથી વાસિત થયેલા પક્વોત્તરરાજાએ અને વિષ્ણુકુમારે ચારિત્ર ગ્રહણ કર્યું. તેમાં પક્વોત્તરરાજા મોક્ષે ગયા અને અનેક લબ્ધિઓ જેને ઉત્પન્ન થયેલ છે એવા વિષ્ણુકુમાર મુનિ પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. ૧૦૨-૧૦૩.
અહીં પક્વોત્તર રાજાએ દીક્ષા લીધી તે જ વખતે સમસ્ત રાજાઓએ મળીને મહાપાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org