SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ કાલલોક-સર્ગ ૩૩ अत्र-जम्म विणीय १ अउज्झा २ सावत्थी ३ पंच हत्थिणपुंरमि ८ । વાળા સિ 3 દંપણે ૧૦ રાયદે વેવ 99 ઇંપિટ્ટે ૨ | ૮૪ A //. इत्यावश्यकनियुक्त्यभिप्रायेण नवमस्य चक्रिणो वाणारसी जन्मपुरी प्रतीयते, श्रीशांतिसूरिक ताष्टादशोत्तराध्ययनवृत्तौ त्वस्य कुरुदेशे हस्तिनागपुरमुक्तमस्तीति ज्ञेयं. विष्णुनामा तयोः पुत्रो हर्यक्षस्वप्नसूचितः । महापद्मः परश्चक्रिसूचकस्वप्नसूचितः ॥ ८५ ॥ तदोज्जयिन्यां श्रीवर्मो राजा तस्य पुरोहितः । नमुचिर्नाम मिथ्यादृ-गभूत्तस्मिन् पुरेऽन्यदा ॥ ८६ ॥ मुनिसुव्रतनाथस्य विनेयः सुव्रताह्वयः । सूरि रिपरीवारो विहरन् समवासरत् ॥ ८७ ॥ गच्छतस्तन्नमस्यार्थं पूर्जनान् वीक्ष्य भूपतिः । उपाचार्यमुपेयाय युक्तो नमुचिनामुना ॥ ८८ ॥ वदन् वितंडावादेन नमुचिर्गुरुभिस्सह । शिष्येण लघुनैकेन सद्यो वादे पराजितः ॥ ८९ ॥ અહીં ‘ચક્રીઓનો જન્મ વિનીતા ૧, અયોધ્યા ૨ અને શ્રાવસ્તિમાં ૩, પાંચ ચકીનો હસ્તિનાપુરમાં-૪-૫-૬-૭-૮, પછી વાણારસી ૯, કાંડિલ્ય ૧૦, રાજગૃહી ૧૧ અને કાંડિલ્ય ૧૨ માં સમજવો.' ૮૪. A આ પ્રમાણે આવશ્યકનિયુક્તિના અભિપ્રાયથી નવમા ચકીની જન્મપુરી વણારસી હોવાનું પ્રતીત થાય છે, પરંતુ શ્રી શાંતિસૂરિકૃત ઉત્તરાધ્યયનસૂત્રના ૧૮ મા અધ્યયનની વૃત્તિમાં તો એનો જન્મ કુરુદેશમાં હસ્તિનાપુર નગરમાં કહ્યો છે. પવોત્તર અને જ્વાળાનો પ્રથમ પુત્ર સિંહસ્વપ્નસૂચિત વિષ્ણુ નામનો થયો અને પછી બીજો પુત્ર ચક્રવર્તીના જન્મસૂચક ચૌદ સ્વપ્નવડે મહાપદ્મ નામે થયો. ૮૫. તે વખતે ઉજ્જયિનીમાં શ્રીવમ નામે રાજા હતો. તેને નમુચિ નામે મિથ્યાદષ્ટિ પ્રધાન હતો તે નગરમાં મુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવ્રત નામના આચાર્ય ઘણા પરિવાર સહિત વિચરતા વિચરતા સમવસર્યા. ૮૬-૮૭. તેને વંદન કરવા માટે નગરજનોને જતા જોઈને રાજા, નમુચિ પ્રધાન સહિત ત્યાં ગયો. ૮૮. ત્યાં ગુરુની સાથે વિતંડાવાદવડે વાદ કરતાં નમુચિને જોઈને એક લઘુશિષ્ય થોડા વખતમાં જ તેને વાદમાં પરાજિત કર્યો. ૮૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy