SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ કાલલોક-સર્ગ ૩૩ विद्याधरो मेघनादः सुतां पद्मश्रियं ददौ । सुभूमाय निमित्तज्ञ-गिरा तं चक्रिणं विदन् ॥ ७० ॥ सुभूमस्तातवृत्तांतं ज्ञात्वा गदितमंबया । क्रुद्धो रामं संजिहीर्षु-र्द्राग् ययौ हस्तिनापुरं ॥ ७१ ।। गत्वा सिंहासने तस्मिन्निपण्णः सिंहशाववत् । दंष्ट्रास्ताः पायसीभूता बुभुजे च भुजोर्जितः ।। ७२ ॥ हतेषु मेघनादेन तदारक्षिद्विजातिषु । रामोऽप्यागात्तत्र काल-दूताहूत इव द्रुतं ।। ७३ ।। मुक्तः सुभूमे रामेण परशुः प्रज्ज्वलन्नपि । स्वयमेव शशामाशु न्यायभाजीव दुर्जनः ।। ७४ ।। चक्ररलीभवत्स्थालं सुभूमप्रेरितं ततः । शिरश्चिच्छेद रामस्य पुण्यतः किं न संभवेत् ।। ७५ ।। त्रिःसप्तकृत्वो निर्विप्रं स चकार महीतलं । वैरनिर्यातनं कुर्वं-स्त्रिगुणं मत्सरोल्बणः ॥ ७६ ॥ અહીં મેઘનાદ નામના વિદ્યાધર નિમિત્તજ્ઞની વાણીથી સુભૂમને ચકી થનાર જાણીને પોતાની પદ્મશ્રી નામની પુત્રી તેની સાથે પરણાવી. ૭૦. પોતાની માતાના કહેવાથી પોતાના પિતાસંબંધી વૃત્તાંત જાણીને ક્રોધાયમાન થયેલ સુભૂમ, પશુરામને હણવા માટે એકદમ હસ્તિનાપુર ગયો. ૭૧. તે દાનશાળા પાસે ગયો અને ત્યાં સિંહાસન પડેલું જોઈને સિંહના બાળકની જેમ તેની ઉપર બેઠો. તેના જોવાથી જ દાઢા ક્ષીરરૂપ થઈ ગઈ એટલે બળવાન ભુજાવાળો તે બધી ક્ષીર ખાઈ ગયો. ૭૨. મેઘનાદ તેની સાથે આવેલો હતો. તેણે તે દાનશાળાના રક્ષક બ્રાહ્મણોને મારી નાખ્યા. એ હકીકત જાણીને કાળદૂતે બોલાવ્યો હોય તેમ પશુરામ તરત જ ઉતાવળો ત્યાં આવ્યો. ૭૩. આવતાં વેંત જ તેણે જાજ્વલ્યમાન પશુ સુભૂમ ઉપર મૂકી; પરંતુ ન્યાયવાન પાસે દુર્જન શાંત થઈ જાય તેમ તે સ્વયમેવ શાંત થઈ ગઈ. ૭૪. એટલામાં તો ચક્રરત્ન પણે પરિણમી ગયેલ થાળરૂપચક્ર સુભૂમે રામ ઉપર મૂક્યું, તેથી રામનો શિરચ્છેદ થઈ ગયો. પૂણ્યથી શું સંભવતું નથી ?’ ૭પ. પછી તે સુભૂમે ત્રણ સપ્તક એટલે ૨૧ વાર પૃથ્વીતળને બ્રાહ્મણરહિત કર્યું. ‘તીવ્ર રોષ હોવાના કારણે તેણે ત્રણગણો બદલો વાળ્યો.” ૭૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy