________________
૧૬૨
सप्तवर्षसहस्त्राण्यष्टादश रोगानधिसह्येति तु उत्तराध्ययनदीपिकायां. शक्रप्रशंसाऽश्रद्धाना-त्पुनर्देवैः परीक्षितः । प्राप्तश्चिकित्सानाकांक्षी तृतीयं स्वर्गमुत्तमः ॥ २७ ॥ इति सनत्कुमारः ॥ श्रीशांतिः पंचमश्चक्री षष्ठः कुंथुजिनेश्वरः ।
अरोऽर्हन् सप्तमस्तेषां चरितं प्राग्निरूपितं ॥ २८ ॥ हस्तिनाख्ये पुरेऽनंत-वीर्योऽभूत्पृथिवीपतिः । रेणुकायाः स्वसा तस्य प्रियाभूजितशत्रुजा ॥ २९ ॥ तस्मिन्नवसरे दुःस्थो विप्रो व्युच्छिन्नवंशकः । अग्निनामा भ्रमन् प्राप तापसाश्रममेकदा ॥ ३० ॥ सुतत्वेनाग्रहीदग्नि जमः कुलपतिश्च तं ।
ततः स जमदग्न्याख्य- स्तापसोऽभून्महातपाः ॥ ३१ ॥ जैनशैवौ तदा वैश्वा-नरधन्वंतरी सुरौ । विवदंती नृलोकं चा- गतौ धर्मं परीक्षितुं ॥ ३२ ॥
કાલલોક-સર્ગ ૩૩
વર્ષ સુધી સોળ મહારોગ સહન કર્યા′ - એમ કહેલ છે. ૨૬. B,
શ્રી ઉત્તરાધ્યયની દીપિકામાં તો ‘સાત હજાર વર્ષસુધી અઢાર રોગને સહન કર્યા' એમ કહ્યું
છે.
ફરીને પાછી ઈંદ્ર ચક્રીની પ્રશંસા કરી, તેની શ્રદ્ધા ન થવાથી દેવે કોઇ પણ પ્રકારની વ્યાધિની ચિત્સિાને તે ચક્રી ઇચ્છતા નથી-એ બાબતની પરીક્ષા કરી. અને ત્યારબાદ અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે ત્રીજા સ્વર્ગમાં ઉત્પન્ન થયા. ૨૭. ઇતિ સનત્કુમા૨ઃ ૪
શ્રી શાંતિનાથ પાંચમા ચક્રી, શ્રી કુંથુનાથ છઠ્ઠા ચક્રી અને શ્રી અરનાથ સાતમા ચક્રી થયા. તેમનું ચરિત્ર પૂર્વે નિરુપણે કરેલ છે. ૨૮. ૫-૬-૭
હસ્તિનાપુર નામના નગરમાં અનંતવીર્ય નામે રાજા થયા. જિતશત્રુ રાજાની પુત્રી રેણુકાની બહેન તેની રાણી થઈ. ૨૯.
તે અવસરે અગ્નિ નામનો દુઃખી અને વ્યુચ્છિન્ન વંશવાળો વિપ્ર એક વખત ભમતો ભમતો કોઈ તાપસના આશ્રમમાં આવ્યો. ૩૦.
ત્યાંના જમ નામના કુલપતિએ તે અગ્નિને પુત્રપણે ગ્રહણ કર્યો. ત્યારથી તે જમદગ્ન નામનો મહાતપ કરનારો તપસ્વી થયો. ૩૧.
જૈનધર્મી ને શૈવધર્મી એવા વૈશ્વાનર અને ધન્વંતરી નામના બે દેવો પરસ્પર વાદ કરતા ધર્મની પરીક્ષા કરવા માટે મનુષ્યલોકમાં આવ્યા. ૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org