________________
સનકુમાર ચક્રવર્તિનું વર્ણન
- ૧૬૧ अभ्यक्तस्त्यक्तशृंगारो रूपमालोक्य विस्मितौ । तौ प्रत्युवाच द्रष्टव्यं रूपं मयि सभास्थिते ॥ २३ ॥ ततः स्नातोऽलंकृतश्च दृष्टः सिंहासने स्थितः ।। ताभ्यां विषष्णचित्ताभ्यां तेन पृष्टे च कारणे ।। २४ ।। रोगोत्पत्तिं जगदतु-स्ततः स्वीकृत्य संयमं ।
सहते स्म गदान् सप्त सप्तवर्षशतावधि ।। २५ ॥ तथोक्तं योगशास्त्रवृत्तौ
कच्छू १ शोष २ ज्वर ३ श्वासा ४-रुचि ५ कुक्ष्य ६ क्षिवेदनाः ६ ।
सप्ताधिसेहे पुण्यात्मा सप्त वर्षशतानि सः ॥ २६ ॥ उत्तराध्ययनवृत्तेरयमेवाभिप्रायः, ऋषिमंडले तु
कंडू १ अभत्तसद्धा २ तिव्वा वेअणा उ अच्छि ३ कुच्छीसु ४ ।
कासं ५ सासं च ६ जरं ७ अहियासइ सत्त वाससए ॥ २६ A ॥ मरणसमाधिप्रकीर्णके तु
सोलस रोगायंका सहिया सह चक्किणा चउत्थेण । વાસદ સત્ત ૩ સામન્નથુ હવે IUM . રદ્દ B ||
અમ્પંગન (માલિસ) કરાવેલું હતું અને શૃંગાર વિનાના હતા. છતાં તે વખતે તેમનું રૂપ જોઈને તે આવેલ દેવો વિસ્મય પામ્યા. તેમને ચક્રીએ કહ્યું કે -‘મારું રૂપ તો હું સભામાં બેઠો હોઉં ત્યારે જોવું.’ ૨૩.
પછી ચકી સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી સભામાં આવીને બેઠા. એટલે તે બે વિપ્રો પણ આવ્યા. તેમને આ વખતનું રૂપ જોઈને ઉદાસ ચિત્તવાળા થયેલા જોયા, તેથી ચક્રીએ કારણ પૂછ્યું. ૨૪
એટલે તેમણે શરીરમાં રોગોત્પત્તિ થઈ ગયાનું કહ્યું, તેથી વૈરાગ્ય પામીને તે ચક્રીએ ચારિત્ર ગ્રહણ કર્યું અને સાત મહાવ્યાધિઓ સાત સો વર્ષ સુધી સહન કર્યા. ૨૫.
શ્રી યોગશાસ્ત્રની વૃત્તિમાં કહ્યું છે કે 'કચ્છ ૧, શોષ ૨, જ્વર ૩, શ્વાસ ૪અરૂચિ પ, કુક્ષિવેદના ૬, અક્ષિવેદના ૭ આ સાત વ્યાધિ તે પુણ્યાત્માએ સાત સો વર્ષ સુધી સહન કર્યા. ૨૬.
શ્રી ઉત્તરાધ્યયનવૃત્તિનો પણ આ અભિપ્રાય છે.
ઋષિમંડળમાં તો-કંડ ૧, અભક્તશ્રદ્ધા-અરુચિ ૨, તીવ્ર અક્ષિવેદના ૩, તીવ્ર કુક્ષિવેદના ૪, કાસ ૫, શ્વાસ ૬ ને જ્વર ૭ - આ વ્યાધિઓ સાત સો વર્ષ સુધી સહન કર્યા.” એમ કહેલ છે. ૨૬.A.
વળી મરણસમાધિપ્રકીર્ણકમાં ‘શ્રમણપણાની ધુરાને પ્રાપ્ત થયેલા ચોથા ચક્રીએ સાત હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org