________________
૧૫૫
૨૪ જિનનો શાસનકાળ
पार्श्वस्य त्रिषु वर्षेषु चतुर्पु चरमप्रभोः । शेषाणां पुनरेकादि-दिवसातिक्रमे सति ॥ ११०८ ।। अभूप्रवृत्तिः पूर्वाणा-माद्यात्कुंथुजिनावधि । असंख्यकालं संख्येय-कालं पार्श्वजिनावधि ॥ ११०९ ॥ एकं सहस्रं वर्षाणां महावीरस्य सा भवत् । एतावान् पूर्वविच्छेद-कालोऽपि सकलार्हतां ॥ १११० ॥ परं वर्षसहस्राणां विंशतिश्चरमेशितुः । पार्श्वस्य नासौ सर्वेषा-मातीर्थमपरं श्रुतं ॥ ११११ ॥ श्रुतेष्वंगादिष्वबद्धा ज्ञानिभिश्च प्रकाशिताः । आदेशास्ते शताः पंचां-त्यस्यान्येषामनेकधा ॥ १११२ ॥ कुरुटोत्कुरुटौ साधू सप्तमं नरकं गतौ । बाल्येंगुष्टाग्रसंपर्का-न्मेरुर्वीरेण कंपितः ।। १११३ ॥
નેમિનાથના કેવળજ્ઞાન પછી બે વર્ષે શ્રીપાર્શ્વનાથપ્રભુના કેવળજ્ઞાન પછી ત્રણ વર્ષે છેલ્લા મહાવીરસ્વામીના કેવળજ્ઞાન પછી ચાર વર્ષે અને બાકીના વીશ પ્રભુના કેવળજ્ઞાન પછી એક વિગેરે દિવસ ગયા પછી મોક્ષમાર્ગ શરૂ થયો. ૧૧૦૦-૧૧૦૮.
પૂર્વેની પ્રવૃત્તિ પ્રથમ જિનેશ્વરથી કુંથુનાથ સુધી અસંખ્ય કાળ જાણવી, અને ત્યાંથી પાશ્વજિન સુધી સંખ્યાત કાળ જાણવો. ૧૧૦૯.
શ્રી વીર પરમાત્મા પછી એક હજાર વર્ષ સુધી પ્રવૃત્તિ જાણવી. પૂર્વવિચ્છેદકાળ પણ સર્વ જિનેશ્વરોનો એ પ્રમાણે જ જાણવો. ૧૧૧૦.
પૂર્વ વિનાના બીજા ભૃતનો કાળ પૂર્વના વિચ્છેદ પછી વીશ હજાર વર્ષ સુધી એટલે કુલ ૨૧ હજાર વર્ષ સુધી જાણવો. શ્રી પાર્શ્વનાથ માટે આવો કાળ ન સમજવો. (તેમની પછી તો વીર પ્રભુ થતાં સુધી પૂર્વશ્રુત રહેલ છે.) અને બાકીના પ્રભુ માટે તેમનું તીર્થ ચાલતા સુધી અપરહ્યુતનો-પૂર્વવિનાના શ્રુતનો કાળ જાણવો. ૧૧૧૧.
જે અંગાદિકૃતમાં ગુંથાયેલા ન હોય અને જ્ઞાનીઓએ પ્રકાશિત કરેલા હોય, તે આદેશો સમજવા. તેવા આદેશો અંત્ય પ્રભુસંબંધી પ00 જાણવા અને અન્ય પ્રભુસંબંધી અનેક પ્રકારના જાણવા. ૧૧ ૧૨.
કુરૂટ ને ઉત્કર્ટ સાધુ સાતમી નરકે ગયા. બાલ્યાવસ્થામાં અંગુઠાના સંપર્કથી વીરપ્રભુએ મેરૂ કંપાવ્યો. ૧૧૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org