SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કાલલોક-સર્ગ ૩૨ विहाय वलयाकारं स्वयंभूरमणांबुधौ । संति पद्मानि मत्स्याश्च समग्राकारशालिनः ॥ १११४ ।। अत्यंतं स्थावरा सिद्धा मरुदेवा महासती । असंदृब्धाः श्रुते ज्ञेया आदेशा एवमादयः ॥ १११५ ॥ श्रेयांसः श्रावको मुख्यः श्रीनाभेयजिनेशितुः । ते नंदसूर्यशंखाख्या-स्रयाणां नेमितोऽर्हतां ॥ १११६ ॥ सुभद्रा महासुव्रता सुनंदा सुलसापि च । मुख्याः स्युः श्राविका आध-नेमिपावन्तिमार्हतां ॥ १११७ ॥ शेषाणां त्वप्रसिद्धा इति. इंद्रभूतिर्गणी मुख्य-श्चंदना च प्रवर्तिनी । श्रेणिको नृपतिर्भक्तः सम्यक्त्वं क्षायिकं दधत् ॥ १११८ ॥ यक्षः श्रीवर्धमानस्य मातंगो गजवाहनः ।। द्विभुजो नकुलोपेता-पसव्यकरपंकजः ॥ १११९ ॥ वामे करे च रुचिरं दधानो बीजपूरकं ।। श्यामांगकांतिः पुष्णाति श्रियं श्रीवीरसेविनां ॥ ११२० ॥ સ્વયંભૂરમણ સમુદ્રમાં વલયાકારને મૂકીને સમગ્ર આકારવાળા પો ને મત્સ્યો છે. ૧૧૧૪. અત્યંત સ્થાવર એવા (સ્થાવરમાંથી તરત આવેલા એવા) મહાસતી મરુદેવા સિદ્ધિપદને પામ્યા' ઇત્યાદિ આદેશો શ્રુતમાં અસંતૃબ્ધ જાણવા. ૧૧૧૫. શ્રી નાભેયજિનના મુખ્ય શ્રાવક શ્રેયાંસ હતા અને નેમિ, પાર્શ્વ તથા વીરપ્રભુના નંદ, સૂર્ય અને શંખ નામના મુખ્ય શ્રાવક જાણવા. ૧૧૧૬. તેમજ સુભદ્રા, મહાસુવ્રતા, સુનંદા ને સુલસા એ ચાર અનુક્રમે આદ્ય જિન, નેમિ, પાર્થ અને વીરપ્રભુની મુખ્ય શ્રાવિકા જાણવી. ૧૧૧૭. શેષ તીર્થકરોના મુખ્ય શ્રાવક ને શ્રાવિકાના નામ અપ્રસિદ્ધ છે. શ્રી વીરપ્રભુના મુખ્ય ગણધર ઇદ્રભૂતિ, મુખ્ય પ્રવત્તિની ચંદના અને ક્ષાયિક સમકિતને ધારણ કરનાર નૃપતિ શ્રેણિક ભક્ત જાણવા. ૧૧૧૮. શ્રીવીરપ્રભુનો યક્ષ માતંગ કે જેનું વાહન ગજ છે, ભુજ બે છે, તેમાં જમણી ભુજામાં નકુલ અને વામ ભુજામાં સુંદર એવા બીજોરાને ધારણ કરનાર, શ્યામ અંગકાંતિવાળો, શ્રીવીર પરમાત્માની સેવા કરનારને લક્ષ્મી આપનારો થયો. ૧૧૧૯-૧૧૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy