________________
૧૫૦
કાલલોક-સર્ગ ૩૨ सुधर्मस्वामिनः शिष्यः प्रशिष्यस्त्रिशलाभुवः । चरमः केवली जंबू-स्वामी चामीकरच्छविः ॥ १०७३ ॥ स राजगृहवास्तव्य ऋषभदत्तनंदनः । धारणीकुक्षिसंभूत आजन्म ब्रह्मचार्यभूत् ।। १०७४ ॥ षोडशाब्दानि गार्हस्थ्यं छद्मस्थत्वं च विंशतिं । सर्वज्ञत्वं चतुश्चत्य-रिंशतं पर्यपालयत् ॥ १०७५ ॥ वर्षाण्यशीतिं सर्वायुः परिपूर्यातिमप्रभौ ।
शिवं गते चतुःषष्ट्या वर्भेजे शिवश्रियं ।। १०७६ ।। अत्र च- अकंपिताचलभ्रात्रो-र्यन्मेतार्यप्रभासयोः ।
एकाभूद्वाचना तस्माद्वीरनेतुर्गणा नव ॥ १०७७ ॥ एकवाचनिकः साधु-समुदायो भवेद्गणः । तेऽन्येषामर्हतां ज्ञेया गणभृत्संख्यया समाः ॥ १०७८ ।। समुच्चिता गणाधीशाः सर्वेषामर्हतां समे । स्युर्द्विपंचाशदधिका-श्चतुर्दश शता इह ॥ १०७९ ॥
પછી ૧૨ વર્ષે અને પાંચમા સુધર્મ ગણધર પ્રભુના નિર્વાણ પછી ૨૦ વર્ષે સિદ્ધિપદને પામ્યા છે. ૧૦૭૨.
ત્રિશલામાતાના પુત્ર, એવા વીરપ્રભુના પ્રશિષ્ય અને સુધમસ્વિામીના મુખ્ય શિષ્ય, જંબૂસ્વામી, સુવર્ણસમાન કાંતિવાળા, તે છેલ્લા કેવળી થયા છે. ૧૦૭૩.
તેઓ રાજગૃહીના રહેનારા ઋષભદત્તના પુત્ર અને ધારિણીમાતાની કુક્ષિથી થયેલા હતા અને જન્મથી જ બ્રહ્મચારી રહ્યા હતા. ૧૦૭૪.
તેઓ ગૃહસ્થપણામાં ૧૬ વર્ષ, છદ્મસ્થપણામાં ૨૦ વર્ષ અને સર્વજ્ઞપણામાં ૪૪ વર્ષ રહેવાથી કુલ ૮૦ વર્ષનું આયુ પરિપૂર્ણ કરીને અંતિમ પ્રભુ સિદ્ધ થયા પછી ૬૪ વર્ષે સિદ્ધિપદને પામ્યા છે. ૧૦૭પ-૧૦૭૬.
આ ૧૧ ગણધરમાં અકંપિત અને અચળભ્રાતાની, તેમજ મેતાર્ય અને પ્રભાસની એક વાચના હોવાથી વીરપ્રભુના ગણ નવ થયા છે. ૧૦૭૭.
એક વાચનાવાળા સાધુના સમુદાયને ગણ કહેવાય છે. બીજા બધા પ્રભુના ગણધરની સંખ્યા જેટલા જ ગણ થયા છે. ૧૦૭૮.
સર્વ અરિહંતના સર્વ ગણધરોની સંખ્યા એકત્ર કરતાં ૧૪૫૨ ની થાય છે. ૧૦૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org