________________
૧૪૩
૧૪૩
કયા ભગવાનનું તીર્થ કયાં સુધી?
यावदुत्पद्यते तीर्थ-मग्रिमस्य जिनेशितुः । तावत्पूर्वस्य पूर्वस्य भवेत्तीर्थमखंडितं ॥ १०२० ॥ अस्यामवसर्पिण्यां तुआद्यात्सुविधिपर्यंत शांतेश्चात्यजिनावधि । अष्टस्वष्टस्वंतरेषु तीर्थमासीन्निरंतरं ॥ १०२१ ॥ मध्ये सप्तस्वंतरेषु नवमात्षोडशावधि । યાવાત્તમપૂરીર્થ-વિચ્છેદ્રઃ સ નિયતે | ૧૦૨૨ // पुष्पदंतशीतलयोः शीतलश्रेयसोरपि । एकैकः पल्यतुर्यांश-स्तीर्थमत्रुट्यदंतरे ॥ १०२३ ॥ त्रयः पल्यचतुर्थांशाः श्रेयांसवासुपूज्ययोः । वासुपूज्यविमलयो-स्तुर्यः पल्योपमांशकः ॥ १०२४ ॥ त्रयः पल्यस्य तुर्यांशा विमलानंतयोरपि । एकः पल्यचतुर्थांशो मध्ये चानंतधर्मयोः ॥ १०२५ ॥ एकः पल्यस्य तुर्यांशो धर्मशांत्योः किलांतरे । केचित्पल्योपमान्याहुः पल्यतुर्यांशकास्पदे ॥ १०२६ ॥
સમવસરણમાં થઈ. ૧૦૧૯.
જ્યારે બીજા પ્રભુનું તીર્થ શરૂ થાય ત્યાં સુધી પૂર્વ પૂર્વ પ્રભુનું શાસન અખંડપણે પ્રવત્યા કરે. ૧૦૨૦.
પરંતુ આ અવસર્પિણીમાં તો પહેલાથી સુવિધિનાથ સુધી અને શાંતિનાથથી વીરપ્રભુ સુધી આઠ આઠ આંતરામાં અવિચ્છિન્નપણે તીર્થ પ્રવર્તે. ૧૦૨૧.
મધ્યના નવમાથી સોળમા સુધીના સાત આંતરામાં જેટલો કાળ તીર્થ વિચ્છેદ પામ્યું તે કહીએ છીએ. ૧૦૨૨.
પુષ્પદંત (સુવિધિનાથ) અને શીતળનાથના અને શીતળHથ અને શ્રેયાંસનાથના આંતરામાં પા પા પલ્યોપમ તીર્થ-બુચ્છેદ રહ્યો. ૧૦૨૩.
શ્રેયાંસ અને વાસુપૂજ્યના આંતરામાં પોણો પલ્યોપમ, વાસુપૂજ્ય અને વિમળનાથના આંતરામાં પા પલ્યોપમ, વિમળનાથ અને અનંતનાથના આંતરામાં પોણો પલ્યોપમ, અનંતનાથ અને ધર્મનાથના આંતરામાં પા પલ્યોપમ, ધર્મનાથ અને શાંતિનાથના આંતરામાં પા પલ્યોપમ અહીં કેટલાક પલ્યોપમના ચોથા ભાગને બદલે એક પલ્યોપમ કહે છે. ૧૦૨૪-૧૦૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org