________________
૧૪૦
કાલલોક-સર્ગ ૩૨ सक्को य लक्खमुल्लं सुरदूसं ठवइ सव्वजिणखंधे ।
વીસ વરસમદિગં સાવિ સેલા તસ્ય હિ || 888 A / इत्युक्तमिति ज्ञेयं. ॥
चंद्रप्रभाख्या शिबिका बहुलो भैक्ष्यमादिमं । कोल्लाकसन्निवेशेऽदात् सालो ज्ञानतरुः प्रभोः ॥ १००० ।। अष्टाद्यास्तद्भवे सिद्धा अर्हप्रथमभैक्ष्यदाः । शेषास्तृतीयो सेत्स्यति सिद्धाः केऽपि च तद्भवे ॥ १००१ ॥ वासुपूज्यमल्लिनेमि-पार्श्ववीरजिनेश्वराः । प्रवव्रजुर्वयस्याये-ऽनुपात्तराज्यसंपदः ॥ १००२ ॥ प्रवव्रजुर्भुक्तराज्याः शेषा वयसि पश्चिमे । मंडलेशाः परे तेषु चक्रिणः शांतिकुंथ्वराः ॥ १००३ ॥ अभोगफलकर्माणौ मल्लिनेमिजिनेश्वरौ । निरीयतुरनुद्वाही कृतोद्वाहाः परे जिनाः ।। १००४ ।। सार्वभौमोऽभवत्पूर्वं श्रीनाभेयजिनेश्वरः । इतो भवे तृतीयेऽन्ये जिनाः सर्वेऽपि पार्थिवाः ॥ १००५ ॥
છે, તે વિરપ્રભુને કંઈક અધિક એક વર્ષ રહ્યું અને બીજા સર્વ પ્રભુને કાયમ રહ્યું છે. એમ કહેલ છે. ૯૯૯. A
દીક્ષાવસરે શિબિકા ચંદ્રપ્રભા નામની અને પ્રથમ પારણું કોલ્લાકસન્નિવેશમાં બહુલે કરાવ્યું. જ્ઞાનવૃક્ષ સાલ નામનું જાણવું. ૧૦૦૦.
પ્રભુને પ્રથમ ભિક્ષા આપનારમાં પ્રથમના આઠ તદ્ભવે સિદ્ધ થયા છે બાકીના ૧૬ પ્રભુને પારણું કરાવનાર કેટલાક તદ્ભવે અને કેટલાક ત્રીજે ભવે સિદ્ધ થયા. ૧૦૦૧.
વાસુપૂજ્ય, મલ્લિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ ને વીપ્રભુ - એ પાંચ તીર્થકરોએ રાજ્યસંપદા સ્વીકાર્યા સિવાય પ્રથમાવસ્થામાં જ પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે. ૧૦૦૨.
બાકીના ૧૯ પ્રભુએ રાજ્ય ભોગવીને પાછલી વયમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે. તેમાં પણ ૧૬ મંડલિક રાજા હતા અને શાંતિ, કુંથુ અને અર એ ત્રણ ચક્રવર્તી થયા હતા. ૧૦૦૩.
જેમને ભોગફળકમ નહોતું એવા મલ્લિનાથ અને નેમિનાથે વિવાહ કર્યા વિના ચારિત્ર લીધું અને બાકીના ૨૨ પ્રભુએ વિવાહ કર્યા પછી લીધેલ છે. ૧૦૦૪.
શ્રી ઋષભદેવ પાછલા ત્રીજે ભવે ચક્રવર્તી હતા, બીજા બધા સામાન્ય રાજાઓ હતા. ૧૦૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org