SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ કાલલોક-સર્ગ ૩૨ ततस्तान् परमप्रीत्या प्रणम्य परिचर्य च । शुद्धाशनादिभिः पश्चा-त्स्वयं मार्गमदर्शयत् ॥ ९१७ ॥ प्रापितस्तत्र सम्यक्त्वं योग्योऽयमिति साधुभिः । ततो भवे द्वितीयेऽसौ सौधर्मे त्रिदशोऽभवत् ।। ९१८ ।। ततो मरीचिनामाभू-त्पुत्रो भरतचक्रिणः । स प्रवद्राज वैराग्या-त्समीपे वृषभप्रभोः ॥ ९१९ ॥ अधीतैकादशांगोऽपि सोऽथ तापादिपीडया । पीडितो भृशमुद्विग्न-श्चेतस्येवं व्यचिंतयत् ॥ ९२० ॥ मया न शक्यते वोढुं दुर्वहः संयमो न च । गृहेऽपि शक्यते गंतुं गर्हितेनावकीर्णिना ॥ ९२१ ॥ ततस्त्रिदंडिनामेष नव्यं वेषमकल्पयत् । विजहारार्हता सार्द्ध शुद्धं धर्म प्ररूपयन् ॥ ९२२ ।। अनेकान् राजपुत्रादीन् प्रतिबोध्येति शास्त्यसौ । जैनधर्मं प्रपद्यध्वं गत्वा श्रीजिनसन्निधौ ।। ९२३ ॥ कदाचित्समवासार्षी-दयोध्यायां जिनेश्वरः । तत्रागतो नमस्यार्थं पप्रच्छ भरतः प्रभुं ॥ ९२४ ॥ એટલે તેમને પરમ પ્રીતિથી નમસ્કાર કરીને શુદ્ધ અશનાદિ દેવાવડે ભક્તિ કરી અને પછી. પોતે સાથે જઈને માર્ગ બતાવ્યો. ૯૧૭. મુનિએ આ યોગ્ય જીવ છે એમ જાણીને ઉપદેશવડે તેને સમક્તિ પ્રાપ્ત કરાવ્યું. ત્યાંથી બીજે ભવે તે સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ૯૧૮. ત્યાંથી ચ્યવને ત્રીજે ભવે ભરતચક્રીના પુત્ર મરીચિ નામે થયા. તેણે વૈરાગ્યથી ઋષભ પ્રભુની પાસે દીક્ષા લીધી. ૯૧૯, અગ્યાર અંગ ભણ્યા છતાં તાપાદિની પીડાથી પીડિત થયેલ તે અત્યંત ઉદ્વિગ્ન થઈને - આ પ્રમાણે ચિંતવવા લાગ્યા. ૯૨૦. કે- આ દુઃખ પૂર્વક વહન કરવા યોગ્ય સંયમને વહન કરવા માટે હું સમર્થ નથી, તેમજ વ્રત ભંગ થવાથી નીંદનીય થયેલા મારે ઘરે પણ જઈ શકાય તેમ નથી.’ આમ વિચારીને તેણે ત્રિદંડીના નવા વેષની કલ્પના કરી, અને શુદ્ધ ધર્મની પ્રરૂપણા પૂર્વક પ્રભુની સાથે વિચરવા લાગ્યા. ૯૨૧-૯૨૨. - અનેક રાજપુત્રાદિને પ્રતિબોધ પમાડીને તે એમ કહેતા કે “શ્રીજિનેશ્વર પાસે જઈને જૈન ધર્મને અંગીકાર કરો.’ ૯૨૩. એક વખત શ્રીજિનેશ્વર અયોધ્યામાં સમવસર્યા. તેમને નમવા આવેલા ભરતચક્રીએ પ્રભુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy