SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ [15] એ દરમ્યાન શત્રુંજ્ય પર્વત ઘટીને ૭ હાથનો થશે. પણ તેમાં પહેલાં આરાથી છ આરા સુધીનું સર્વ પ્રમાણ આપેલ છે. તથા સિદ્ધક્ષેત્રનો પ્રભાવ તથા અહીં કરતા દાન પૂજા વિગેરેના ફળનું ટુંકથી વર્ણન છે, તથા એના ૨૧ નામોનો પણ ઉલ્લેખ કરેલ છે. એ તીર્થ પ્રાયઃ શાશ્વત કેવી રીતે છે, તેની વિગત પણ જણાવી છે. છઠ્ઠા આરામાં જમીન-માણસો વગેરેના સ્વભાવ અને સ્વરૂપે કેવા ભયંકર બીહામણા હોય છે. તથા તેમનો ખોરાક વગેરેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. એ માણસોના રહેવાના સ્થાન માછલા આદિને કેવી રીતે પકાવે તથા તે વખતની સ્ત્રીઓનું ગર્ભ ધારણ કેટલા વર્ષે, બાળકોના પ્રમાણ, સંખ્યા વગેરેનું વર્ણન છે. આ રીતે અતિ ભયંકરતા ભર્યા છઠ્ઠા આરાનું વર્ણન કર્યા પછી ઉત્સર્પિણીનું ટુંકથી વર્ણન કરેલ છે. તેમાં ઉત્સર્પિણીનો પ્રથમ આરો તે અવસર્પિણીના છઠ્ઠા આરા જેવો છે. પણ તેમાં ક્રમશઃ શુદ્ધ-શુદ્ધતર પરિણામ વગેરે હોય છે. ત્યાર પછી બીજો આરો પાંચમા આરા જેવો હોય છે. આ આરામાં પુષ્કરાવી મેઘ વરસે છે. અને તેથી પૃથ્વી ધીરે-ધીરે કસવાળી બને છે. ક્રમશઃ શુભ પરિણામોની વૃદ્ધિ ચાલુ જ હોય છે. તે વરસાદ કેવો તથા કેવી રીતે વરસે છે તે સર્વ હકીક્ત વિસ્તારથી જણાવેલ છે. એ બીલવાસીઓ બીલમાંથી નીકળીને ધીરે-ધીરે ફળ વગેરેનો પણ ઉપયોગ કરે છે. પછી ક્રમશઃ કુલકરોની ઉત્પત્તિ તથા તેમના નામોનો ઉલ્લેખ છે. ત્રીજો આરો શરૂ થતાં નેવ્યાશી પખવાડીયા વ્યતીત થયા બાદ પ્રથમ જિનેશ્વરોનો જન્મ થશે તે અંગેનું વર્ણન છે. તે આરામાં બાકીના ત્રેવીશ તીર્થકરો-૧૧ ચકી તથા વાસુદેવ-પ્રતિવાસુદેવ-બળદેવ થશે. તેની સામાન્યથી વાત કરીને થનારા પદ્મનાભ આદિ તીર્થકરોનું ટુંકથી વર્ણન છે. તેમાં પૂર્વભવની હકીક્ત સામાન્યથી લીધી છે. આ ૨૪ તીર્થકરોના પૂર્વભવ સંબંધી જે મતાંતરો છે તે પણ બતાવેલ છે. એવી જ રીતે ચક્રવર્તી-વાસુદેવ-પ્રતિવાસુદેવ અને બળદેવના નામ માત્રથી નિદર્શન છે તેમાં પણ જે મતાંતર છે તે જણાવેલ છે. આ રીતે આવતી ઉત્સર્પિણીના ૬૩ શલાકા પુરૂષોનું ટુંક વર્ણન કરીને પછી ચઢતા કાળને પરિણામે કુલકરોની ઉત્પત્તિ-દંડનીતિનો ક્રમ તેમના નામો તથા સંખ્યામાં જે વિસંવાદ છે. તે હકીક્ત જણાવી છે. ત્યાર પછી કલ્પવૃક્ષોની હકીક્ત તથા તે સમયના યુગલિકોનું આયુષ્ય વગેરે બતાવેલ છે. એ રીતે ૬ આરાનું વર્ણન કરીને ચોત્રીસમો સર્ગ પૂર્ણ કરેલ છે. :સર્ગ-૩૫: અવસર્પિણીનું અને ઉત્સર્પિણીનું કાળમાન બતાવીને જે રીતે કાળચક્રનું પણ માન બતાવ્યું તે રીતે હવે આ ચોત્રીસમાં સર્ગમાં અનંતા કાળચક્રોથી એક પુદ્ગલપરાવર્તન કાળ થાય છે. એ પુગલપરાવર્તન કાલ-મુખ્યતાએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ચાર પ્રકારે હોય છે. તે બતાવીને તેના બે-બે પ્રકાર સૂક્ષ્મ અને બાદર-એ રીતે આઠ પ્રકારે થાય છે તે આઠ પ્રકારનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કરેલ છે. પુદ્ગલ પરાવર્તન વિષય ખૂબ જ સૂક્ષ્મ છે. વર્ગણા અને પરમાણુઓ દ્વારા એનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે. તે તો ગુરૂગમથી સમજાય તેમ છે. ત્યાર પછી દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તનની સમજ આપીને પછી ક્ષેત્રકાળ તથા ભાવ પુદ્ગલપરાવર્તનનું વર્ણન છે. આ રીતે આ આખું પ્રકરણ ખૂબ જ સૂક્ષ્મતા ભર્યું છે. સાથે-સાથે આ વિષયને સ્પર્શતું અનુભાગ બંધના સ્થાનનું સ્વરૂ૫. વર્ગણા, સ્પર્ધકો વિષે પણ જણાવીને અવાંતર કર્મ દ્રવ્યોની વહેંચણી, સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન બતાવીને આ પ્રકરણ ૩પમાં સર્ગ તરીકે પૂર્ણ કરતાં કાળલોક પ્રકાશ પૂર્ણ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy