________________
[16]
એક ભાવ લોકપ્રકાશ
.: સર્ગ-૩૬ : પરમ કૃપાળુ, કરૂણાનિધિ, સર્વજ્ઞ ભગવંતોની અમૃત વર્ષથી પવિત્ર થયેલા પૂજ્યપાદ્, ગણધર ભગવંતો તથા આચાર્ય ભગવંતો દ્વારા પરંપરાએ આપણને અનુપમ જ્ઞાન મળે છે. તેમાં દ્રવ્ય-ક્ષેત્ર અને કાળના નિરૂપણ દ્વારા પૂ. ઉપકારી વિનય વિજયજી મહારાજે ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી-રસ ઝરતી વાણી દ્વારા આપણને સમજાવ્યું. હવે આ ૩૬ મા સર્ગમાં ભાવનું વર્ણન કરીને આ જીવ કેવી રીતે ક્યા ભાવોને પામે છે તે બતાવી રહ્યા છે.
પ્રથમ તો ભાવનું સ્વરૂપ શું? અને તે કેટલા છે? તે બતાવેલ છે. એમાં જે ક્રમ બતાવ્યો છે તે રીતે જ કેમ ? અન્ય ફેરફારથી કેમ નહિં તે જણાવીને સમાધાન આપેલ છે.
પાંચ ભાવોના ઉત્તર ભેદ તથા તેનું સ્વરૂપ.
સાનિપાતિક ભાવોના સંયોગી ભાંગા તેમાં ઉપયોગી તથા બિન ઉપયોગી ભાંગાનું નામ તથા કારણ જણાવીને સમજણ આપી છે. અજીવને સંભવાતા બે ભાંગાઓનું વર્ણન છે.
એવી જ રીતે આઠ કર્મોને આશ્રયીને ભાવોનું નિરૂપણ કરેલ છે. ત્યારપછી ચૌદ ગુણસ્થાનકમાં મૂળ ભાવોનું તથા તેના ઉત્તરભેદોનું વર્ણન વિસ્તાર પૂર્વક બતાવેલ છે.
છેલ્લે ઔદયિકાદિ ભાવોના સાદિ-સાંત આદિ ચાર ભંગનું સ્વરૂપ બતાવીને આ ભાવલોક પૂર્ણ કરેલ છે.
1:સર્ગ-૩૭: સર્ગ ૧ થી સર્ગ ૩૬ સુધી ક્યા વિષયો આવે છે તેની સામાન્યથી અનુક્રમણિકા શ્લોકરૂપે આ ૩૭ મા સર્ગમાં આપી છે. અને ત્યાર પછી સુધમાં સ્વામીથી પોતાના ઉપકારી ગુરૂમહારાજ સુધીની પરંપરા આપીને પ્રશસ્તિ બનાવી છે. આ રીતે મહાસાગર જેવી કાયા ધરાવતો આ લોકપ્રકાશ ગ્રંથ પૂર્ણ થયેલ છે.
વંદન છે તે ઉપકારી તીર્થંકર પરમાત્માને કે જેઓની અસીમ કૃપા અને કરૂણા દષ્ટિથી આ શાસન મળ્યું.
વંદન છે એ ગણધર ભગવંતોને કે જેઓએ પરમ કૃપાળુ, તીર્થંકર પરમાત્માની અર્થ સભર વાણીને સૂત્ર રૂપે ગુંથી.
વંદન છે એ મહામના-દયાના દરિયા પૂવચાર્યોને કે જેઓએ ભયંકર દુષ્કાળ તથા વિષમ પરિસ્થિતિઓમાં પણ આગમને ટકાવી રાખ્યા.
વંદન છે એ પરમોપકારી, કરૂણાનિધિ, આચાર્ય ભગવંતોને કે જેઓએ આપણા જેવા બાલ જીવો માટે આગમના ભાવોને સરળ રીતે પ્રકરણ ગ્રન્થોમાં નિબદ્ધ કર્યા.
વંદન છે એ પૂજ્યવર ! ઉપાધ્યાયજી શ્રી કીર્તિવિજયજી મહારાજાને કે આવા આગમ ગ્રંથોનું અધ્યયન પોતાના વિનયી શિષ્યરત્નને કરાવ્યું.
વંદન છે એ વાચકવર ! પુન્ય નામધેય શ્રી વિનય વિજયજી મહારાજાને કે જેઓએ આ ગ્રંથની રચના દ્વારા આગમ ગ્રંથોના મહાન પદાર્થોને સરળ પ્રકરણો તથા દ્વારોમાં સંકલિત કરીને અભ્યાસ-સ્વાધ્યાય કરવામાં સહાયક થયા.
આવા ઉપકારીઓના અંતરના આશીષપૂર્વક આપણે સૌ જૈન શાસનના અદ્ભત રહસ્યોને સમજીને જાણીને-જીવનને ઉર્ધ્વગતિ ગામી બનાવી શિવસુખને પામીએ... એ જ શુભ અભ્યર્થના...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org