________________
[14] ટુ. નિયાણાનું કારણ
દેહમાન. રૂ. ત્યાંથી ગતિ
આયુષ્ય
બળદેવનું નામ. નવે નવ વાસુદેવ-બળદેવ અને પ્રતિવાસુદેવના સંબંધપૂર્વકનું ઉપરની વિગત પ્રમાણે વર્ણન છે. તેમાં આઠમા રામ-લક્ષ્મણ અને રાવણ તથા નવમા શ્રી કૃષ્ણ-રામ (બળદેવ) તથા જરાસંઘનું વિશેષથી વર્ણન કરેલ છે.
ત્યાર પછી બળદેવના આયુષ્ય, ક્યાંથી આવ્યા અને કઈ ગતિમાં ગયા, સિદ્ધ ક્યારે થશે તે સર્વ વિગત છે.
ચક્રવર્તી વાસુદેત્રની ઉત્પત્તિ ક્યા ક્રમથી થાય તે બતાવેલ છે. આ રીતે ૩ શલાકા પુરૂષોનું વર્ણન કરીને પછી અગ્યાર રુદ્રોનું ટુંકથી વર્ણન છે. આ પ્રમાણે સર્ગ ૩૩ પૂર્ણ થયેલ છે.
1:સર્ગ-૩૪: આ સર્ગના પ્રારંભમાં, અવસર્પિણીમાં થયેલા મહાપુરૂષો ઉત્સર્પિણીમાં પણ થાય છે પણ તેમાં આરાના ક્રમમાં જે ફેરફાર હોય છે તે બતાવેલ છે. એ રીતે ચોથા આરાની વિગત પૂર્ણ થતાં પાંચમા આરાનું વર્ણન કરેલ છે. આ આરામાં સંઘયણ, સંસ્થાન તથા એ જીવોનું આયુષ્ય, દેહમાન, નિવણ પ્રાપ્તિ અંગેનું વર્ણન છે.
આ પાંચમા આરામાં દશ વસ્તુનો જે વિચ્છેદ થયો તથા જે નથી હોતું તે બતાવેલ છે.
આ કાળમાં રાજા-અધિકારી પ્રજા વિગેરે કેવા હીન હીન થશે તથા ઉપદ્રવો દુષ્કાળ સજ્જનોને હેરાનગતિ, નિધનોની વાચાળતા, ધનવાનોનું નિઃસંતાનપણું વગેરે ઘણા અનિષ્ટો તથા સાધુઓ પણ બકુશ-કુશીલ થશે. તેમના આચારો વગેરે કેવા હશે જ્યા આવા ભયાનક કાળમાં સારા મહાત્માઓ પણ થશે તે અંગે જણાવેલ છે.
હવે આવા પડતા કાળમાં પણ વચ્ચે-વચ્ચે ધર્મનો ઉદ્યોત થશે અને તે ઉદયના નામથી ઓળખાશે તેવા ઉદયમાં યુગપ્રધાનો થશે તે દરેક ઉદયમાં કેટલા-કેટલા થશે તેનું સંખ્યાથી નિરૂપણ કરીને પછી તે ત્રેવીશે ઉદયમાંના પ્રથમ તથા અંતિમ યુગ પ્રધાન આચાર્યોના નામ આપીને પહેલા તથા બીજા ઉદયના સર્વ આચાર્યોના નામ છે.
આ યુગપ્રધાનો એકાવતારી તથા અતિશયવાળા તથા મહાસત્ત્વશીલ હોય છે. તે સર્વ વિગત બતાવેલ છે.
ત્યાર પછી આ આરામાં ઉત્તમ ગુણવાળા તથા મધ્યમ ગુણવાળા આચાર્યોની સંખ્યા તથા અમુક વિશિષ્ટ આચાર્યોના નામ આપેલ છે.
પાંચમા આરાના અંતે દુઃષ્પસહ નામના આચાર્ય થશે. તેમના નિશ્રાવત સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનું ટુંકથી નામ નિદર્શન-પૂર્વક વર્ણન છે. અને તે વખતે શત્રુંજ્યના છેલ્લા ઉદ્ધારકનું નામ જણાવેલ છે.
પાંચમા આરાના અંતે પૂજ્ય આચાર્ય ભગવંતના કાળધર્મ પછી જે એકદમ ઉતરતો કાળ આવશે તેનું વર્ણન કરીને છઠ્ઠા આરાનો પ્રવેશ તથા તેમાં થનારી ભયંકર વૃષ્ટિઓ કે જેનાથી અહીં રહેલા શુભ પદાર્થો નાશ પામશે તે વર્ણન કરીને તે વૃષ્ટિ અંગે જુદા-જુદા મતાંતરો તથા અભિપ્રાયો આપેલ છે.
આ વર્ષ પછી કેવી ભયંકરતા હશે તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org